________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદેવાએ પૂછયું : “તો પછી શું કરવાનું?”
યજ્ઞદત્તે કહ્યું : ઈશ્વરેચ્છાને આધીન રહેવાનું. ઈશ્વરને પ્રાર્થના કરવાની કે રાજકુમારની બુદ્ધિ સુધરે... ને અગ્નિ પર કૃપા કરે.' સોમદેવા મૌન થઈ ગઈ. તેણે અગ્નિશર્માને પથારીમાં બેઠો કર્યો અને ભોજન કરાવ્યું.
ભોજન કરીને અગ્નિશર્માએ કહ્યું : “મા, તું અને પિતાજી દુઃખી ના થાઓ. મેં બાંધેલાં પાપકર્મોની સજા મારે ભોગવવી જ પડશે. ભોગવ્યા વિના એ કર્મોનો નાશ થવાનો નથી. મેં પૂર્વજન્મોમાં ધર્મ કર્યો નથી. પાપો જ કરેલો છે. એટલે મને સુખ ક્યાંથી મળે?
પિતાજી, આપ મને ધર્મશાસ્ત્રોની વાતો સંભળાવો. મને એ વાતો સાંભળવાથી શાન્તિ મળશે, સમતા મળશે.” અગ્નિશર્માની સમજદારીભરી વાત સાંભળીને પુરોહિત રડી પડ્યા.
“વત્સ, તારું કથન સત્ય છે. ઘોર દુ:ખોમાં પણ સમતા પામવાનો એ જ સાચો ઉપાય છે. છતાં બેટા, તારું દુઃખ અમારું દુઃખ બની ગયું છે... તારી વેદના અમારી વેદના બની ગઈ છે. તારું દુઃખ દૂર કરવા માટેની ચિંતા સતત અમને સતાવી. રહી છે.'
ના કરો ચિંતા પિતાજી.” વત્સ, ચિંતા અમે કરતાં નથી, થઈ જ જાય છે ચિંતા. આ હૃદય જ એવું છે. મારા કરતાં વધારે ચિંતા તારી માતા કરે છે....”
હું કરતી નથી ચિંતા, થઈ જાય છે ચિંતા, પુત્ર દુઃખના દાવાનલમાં સળગતો હોય... પછી ચિંતા ના થાય?' સોમદેવાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો.
ગમે તે હો, આજે યજ્ઞદર અને સોમદેવાને ઊંઘ આવી ગઈ હતી. અગ્નિશર્માને થોડી-થોડી વેદના થતી હતી, ઊંઘ આવતી ન હતી. તેણે મનોમન ગૃહત્યાગનો સંકલ્પ કરી લીધો હતો. “હું આ ઘર અને આ નગર છોડીને દૂર દૂર અજ્ઞાત પ્રદેશમાં ચાલ્યો જાઉં, એ જ આ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય છે.
તે ઊભો થયો. ઘસઘસાટ ઊંઘતાં માતા-પિતાને ભાવથી પ્રણામ કર્યા. જરાય અવાજ ના થાય, એ રીતે દરવાજાની સાંકળ ખોલી, કમાડ ખોલીને તે બહાર નીકળી ગયો. સાચવીને કમાડ બંધ કર્યા, અને મધરાતના અંધકારમાં જાણે કે એ આંગળી ગયો.
બ્રાહ્મણ મહોલ્લાની વચ્ચે ઊભેલા પીપળાના વૃક્ષ પર બેઠેલા ઘુવડે ધૂ... ઘૂ.. ધૂનો અવાજ કરીને કોઈ સંકેત કર્યો.
છે
એક
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only