________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તમારે જે કરવું હોય તે કો, પરંતુ જગજાહેર ના કરો.’
‘આજે તો કોઈને ખબર પડી નહીં હોય....
‘એ હું જાણતી નથી, પરંતુ તારા પિતાજીએ આજે ભોજન નથી કર્યું. ચાર દિવસથી તેઓ મારી સાથે બોલતા નથી. કોઈ ગંભીર ચિંતનમાં ડૂબેલા છે...'
‘મા, એમને ક્ષુધા નહીં સતાવતી હોય, મને તીવ્ર ક્ષુધા લાગેલી છે... અહીં જ ભોજન મંગાવી લે... આપણે બંને અહીં ભોજન કરી લઈશું.'
રાણીએ પરિચારિકાને રસોડામાં મોકલીને કુમાર માટે ભોજન મંગાવી લીધું. કુમારને ભોજન કરાવ્યું. પોતે ભોજન ના કર્યું. કુમારે પૂછ્યું પણ નહીં... ભોજન કરીને કુમારે, અગ્નિશર્મા સાથે ખેલવાની ક્રૂર રમતોની યોજના કહી સંભળાવી. રાણી મૌનપણે સાંભળતી રહી. જો કે કુમારની વાતો એને જરાય ગમી નહીં, પરંતુ તેણે સ્નેહવશ કુમારને મૌન અનુમતિ આપી દીધી. કુમારનો વિશ્વાસ દૃઢ થયો - ‘મારી માતા મારા પક્ષે છે. મને હવે કોઈનો ભય નથી.’
* કુમાર કૂદતો ઊછળતો પોતાના ખંડમાં પહોંચ્યો.
* પુરોહિત યજ્ઞદત્ત, તેના પુત્ર અગ્નિશર્માને શકટમાં નાંખીને ઘેર પહોંચ્યો. ઘરના ઓરડામાં અગ્નિશર્માને સુવાડીને, તેણે ધરનું દ્વાર અંદરથી બંધ કરી દીધું. અગ્નિશર્માના શરીર પર પડેલા ઘા અને લોહીના ધબ્બા જોઈને યજ્ઞદત્ત તથા સોમદેવા રડી પડ્યાં. અગ્નિશર્માનાં લોહીથી ખરડાયેલાં અને ફાટી ગયેલાં વસ્ત્રો જોઈને... ‘આજે એ દુર્ઝાએ ખૂબ ત્રાસ આપ્યો...' એ વાત સમજી ગયાં. ગરમ પાણીથી અગ્નિશર્માને સ્નાન કરાવ્યું. ઘા ઉપર ઔષધ લગાડ્યું અને ચોખ્ખાં વસ્ત્રો પહેરાવ્યાં.
અગ્નિશર્માએ ‘આજે મારા પર શિકારી કૂતરાને છોડી મૂક્યો હતો,' એ વાત ના કરી. કારણ કે એ માતા-પિતાને વધારે દુ:ખી કરવા નહોતો ઇચ્છતો, યજ્ઞદત્તે પણ સવારથી લોકોને એક જ વાત કરી હતી : ‘અગ્નિના મામા આવીને અગ્નિને લઈ ગયા છે. રાત્રે પાછો એને મૂકી જશે.' એટલે નગ૨માં શાન્તિ હતી.
સોમદેવાએ યજ્ઞદત્તને કહ્યું : 'આજે તો એ નરાધમોએ ત્રણ દિવસનું ભેગું દુઃખ આપ્યું છે અગ્નિને... એક દિવસ એ લોકો મારા પુત્રને મારી નાંખશે... તમે મહાજનને આજની વાત કરો.'
યજ્ઞદત્તે કહ્યું : મારા મનમાં સવારથી ગડમથલ ચાલે છે... શું કરું? જો મહાજનને જઈને વાત કરું તો વાત મહારાજા પાસે જાય. મહારાજા કુમારને સજા કરે... તેથી કુમાર રોષે ભરાય... રાણી મહારાજાથી રિસાઈ જાય... રાજમહેલમાં ક્લેશ થાય... કુમારના મિત્રો સંભવ છે કે રાત્રે ધરને આગ ચાંપી દે... આપણને જીવતાં સળગાવી દે...’
અગ્નિશર્મા આંખ મીંચીને પથારીમાં પડ્યો હતો. એ માતા-પિતાનો વાર્તાલાપ અક્ષરશઃ સાંભળતો હતો,
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૭