________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરવાજો ખોલી જંગલમાં ગયો. વનસ્પતિ લાવીને એનો રસ કાઢી, અગ્નિશર્માના શરીરે લગાડ્યો.
શત્રુઘ્ન ગુણસેનને કહ્યું : “આ વાતની ખબર મહારાજાને પડવાની, મહાજનને પડવાની અને નગરવાસીઓને પણ પડવાની..”
ભલે ને પડે! શું કરી નાંખશે એ લોકો?” કદાચ મહારાજા આપણને દેશનિકાલની સજા કરે..' તો હું મારી માતા દ્વારા એ સજા માફ કરાવીશ...' “અને મહારાજાએ ક્ષમા ના આપી તો?'
તો જોયું જશે! અત્યારે શા માટે ચિંતા કરે છે? આપણે અહીં મજા કરવા આવ્યા છીએ, ચિંતાઓ કરવા નહીં!'
શત્રુઘ્ન મૌન થઈ ગયો, પણ તેના મનમાં તો ભય પેસી જ ગયો હતો. કૃષ્ણકાંત પણ બેચેન હતો.. અગ્નિશર્મા ઘોર પીડાથી કરાહતો હતો. “હે ઈશ્વર, હવે તો આ ત્રાસથી મને છોડાવ...” એમ રોતાં રોતાં ઈશ્વરને પ્રાર્થના કરતો હતો.'
0 0 0 કૃષ્ણ પક્ષની અષ્ટમીનું અંધારું પૃથ્વી પર પ્રસરી ગયું હતું. જંગલમાં આવેલા મહેલમાંથી, અગ્નિશમને લઈને રથ બહાર નીકળ્યો અને ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ દોડવા લાગ્યો.
નગરની સુરક્ષા માટે ચારે બાજુ પથ્થરનો કિલ્લો હતો, એ કિલ્લામાં, ચાર દિશાના ચાર દ્વાર હતાં. ઉત્તર દિશાના દરવાજાની બહાર એક જીર્ણ મંદિર હતું. રથ એ મંદિરની બહાર આવીને ઊભો. ઝેરીમલ રથમાંથી નીચે ઊતર્યો. તેણે અંધકારમાં ચારે બાજુ જોયું. ઝડપથી અગ્નિશર્માને રથમાંથી ઉપાડીને મંદિરના ઓટલા પર સુવાડી દીધો અને રથમાં બેસી, રથને નગરની અંદર દોડાવી મૂક્યો. રાજમહેલથી થોડે દૂર, એક નિર્જન જગા પર રથ ઊભો રહ્યો. તેમાંથી ત્રણ મિત્રો ઊતરી ગયા. ગુણસેન રથને લઈને રાજમહેલના દ્વારે આવ્યો. રથ દ્વારપાલને સોંપીને એ રાજમહેલનાં પગથિયાં ચડી ગયો.
કોઈપણ જાતના વિદ્ધ વિના, મનનું ધાર્યું કરીને પાછા આવી જવાનો આનંદ અનુભવતો ગુણસેન રાણી કુમુદિનીના મહેલમાં પહોંચ્યો.
વત્સ, આજ સવારથી તમારાં દર્શન દુર્લભ હતાં!' રાણીએ કુમારના માથે હાથ પસવારતાં પૂછુયું.
“મા, અમે મિત્રો આજે વહેલી સવારે અમારું પેલું રમકડું લઈને આપણા જંગલના મહેલમાં ગયા હતા. મા, આજે ખૂબ મજા આવી... શિકારી કૂતરા દ્વારા એની સાથે ખેલ ક્ય!'
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only