________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની છે! ખાધું હશે તો લડવાની શક્તિ આવશે... નહીંતર કૂતરો તને ફાડી ખાશે!'
‘તો તો બહુ સારું. જીવનનો અંત આવી જાય, એ જ હું ઇચ્છું છું. કૂતરો જ શા માટે, ભૂખ્યા વાઘને મારા પર છોડી દો ને..!'
‘કોઈપણ ભોગે અમે તને મરવા તો નહીં દઈએ! તું તો અમારું પ્રિય રમકડું છે! તારા થકી તો વર્ષોથી અમે આનંદ લૂંટીએ છીએ.’
‘મારે ખાવું-પીવું નથી. ક્યાં છે તમારો શિકારી કૂતરો... છોડી મૂકો એને મારા ઉપર... હું મેદાનમાં જાઉં છું... તમે કૂતરાને લઈને આવો...'
અગ્નિશમાં મેદાનમાં ગયો.
ગુણસેન મહેલના અંદરના ખંડમાં બાંધેલા શિકારી કૂતરાને છોડીને લઈ આવ્યો. લાંબી સાંકળ એના ગળામાં હતી. સાંકળના છેડે મોટું કડું હતું. તેને પકડીને ગુણસેન મેદાનમાં આવ્યો. અગ્નિશર્મા મેદાનની વચ્ચે જ બેસી ગયો હતો. કૂતરાએ એના પર હુમલો કરી દીધો. અગ્નિશર્મા જમીન પર ઢળી પડ્યો. કૂતરો છાતી પર ચઢી ગયો અને તેના તીક્ષ્ણ દાંત અગ્નિશર્માના પેટમાં ઘૂસી ગયા. અગ્નિશર્મા ચીસો પાડવા માંડ્યો. ગુણસેન અને એના મિત્રો ખડખડાટ હસવા લાગ્યા, તાલીઓ પાડવા લાગ્યા. પેટમાંથી દાંત કાઢી કૂતરો પેટને ચીરી નાંખવા તૈયાર થયો... કે ગુણસેને સાંકળ ખેંચી. કૂતરાને અગ્નિશર્માથી દૂર કરી દીધો. અગ્નિશર્માના પેટમાંથી લોહીની ધારા વહેવા લાગી હતી.
કૂતરાની સાંકળ કૃષ્ણકાંતે પોતાના હાથમાં લીધી. અગ્નિશર્મા દર્દથી પીડાતો ઊંધો સૂઈ ગયો હતો. કૂતરો એની પીઠ પર ચઢી ગયો અને પીઠને કરડવા લાગ્યો... અગ્નિશર્મા ગુલાંટ ખાઈ ગયો... કૂતરાએ એના મોઢા પર બચકું ભરી લીધું...
અગ્નિશર્મા પોકે પોકે રોવા માંડયો... તેનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. કૃષ્ણકાંતે સાંકળ ખેંચીને કૂતરાને એની પાસે લઈ લીધો.
અગ્નિશર્માને ત્યાં જ પડેલો રાખીને ચારે મિત્રો મહેલમાં ગયા. શત્રુઘ્ને કહ્યું : ‘આ બ્રાહ્મણનો બચ્ચો મરી તો નહીં જાય ને? જો મરી ગયો તો આપણા ચારેયનું આવી બન્યું સમજજો.’
ગુણસેને કહ્યું : ‘આટલામાં કંઈ એ મરે નહીં. જુઓ, આટલે સુધી એની ચીસો સંભળાય છે ને? એ પઠ્ઠામાં ઘણી શક્તિ રહેલી છે.’
‘પણ જો શરીરમાંથી ઘણું લોહી વહી જાય... તો મરી જવાનો ભય ખરો!' કૃષ્ણકાંતે શંકા વ્યક્ત કરી.
ઝે૨ીમલે કહ્યું : ‘હું એનું વહેતું લોહી બંધ કરું છું. હું એવી વનસ્પતિ જાણું છું. એ વનસ્પતિનો રસ ઘા ઉપર રેડવાથી લોહી બંધ થઈ જાય છે.’ ઝેરીમલ, મહેલનો
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
શ