________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માને રથમાં નાંખીને રથને હંકારી જવાનો જંગલમાં. કોઈને શંકા ન પડે, એ રીતે મિત્રો છૂટા પડી ગયા.
બીજા દિવસે વહેલી સવારે સહુ નગરજનો મીઠી નિદ્રામાં લીન હતા ત્યારે ઝેરીમલ અને શત્રુઘ્ન, યજ્ઞદત્ત પુરોહિતના ઘરે પહોંચી ગયા. ઘરની સાંકળ ખખડાવી. યજ્ઞદ કમાડ ખોલ્યા વિના પૂછ્યું :
“કોણ છે?' “અમે અગ્નિના મામા.” ઝેરીમલે જવાબ આપ્યો. યજ્ઞદો ક્યારેય પણ ઝેરીમલનો અવાજ સાંભળેલો ન હતો. કારણ કે હમેશાં અગ્નિશર્માને લેવા માટે કૃષ્ણકાંત આવતો હતો. યજ્ઞદરે કમાડ ખોલ્યાં.
તરત જ ઝેરીમલ ઘરમાં દાખલ થઈ ગયો. શત્રુબ કમાડ પાસે ઊભો રહ્યો. ઝેરીમલે ઘરમાં પ્રવેશીને ઊંઘતા અગ્નિશર્માને ઉપાડ્યો... યજ્ઞદત્ત એને રોકે, એ પહેલાં તો ઝેરીમલ ઘરની બહાર નીકળીને દોડ્યો... શત્રુને યજ્ઞદત્તને ધમકી આપી : “જો અત્યારે હોબાળો કરીશ તો તારા દીકરાને તું જીવતો નહીં જુએ. સાંજે નગરની બહારના મંદિરના ઓટલા પરથી એને લઈ આવજે.” - શત્રુઘ્ન દોડીને રથ પાસે આવ્યો. રથમાં બેસી ગયો. ગુણસને રથને દોડાવી મૂક્યો. ચારે મિત્રો પાછા ગેલમાં આવી ગયા હતા.
જંગલના મહેલના દ્વારે રથ આવીને ઊભો.
કુમાર રથમાંથી નીચે ઊતર્યો અને ચાવીથી તાળું ખોલીને દરવાજો ખોલી નાંખ્યો. કૃષ્ણકાંતે રથને મહેલના વિશાળ મેદાનમાં લઈ લીધો. ગુણસેને દરવાજો બંધ કરી, અંદરથી સાંકળ ચઢાવી દીધી.
રથને મેદાનમાં મૂક્યો. ઘોડાઓને મેદાનમાં છૂટા મૂકી દીધા. ચારે મિત્રો, અગ્નિશર્માને લઈ મહેલના વિશાળ ખંડમાં આવ્યા.
ગુણસને કહ્યું : “સર્વપ્રથમ આપણે દુગ્ધપાન કરીએ અને અલ્પાહાર કરીએ. શત્રુઘ્ન, રથમાંથી દૂધ અને અલ્પાહારનો ડબ્બો લઈ આવ.'
ચાર મિત્રોએ અગ્નિશમને પણ દૂધ આપ્યું ને મીઠાઈ આપી. પરંતુ અગ્નિશર્માએ ન દૂધ પીધું ના અલ્પાહાર કર્યો. આજ પહેલી જ વાર તે બોલ્યો : “તમે મને રોજરોજ યમરાજ જેવું દુઃખ આપો છો... વર્ષોથી હું એ દુઃખ સહું છું... આજે આ જંગલમાં મારા આ શરીરના ટુકડા કરીને પશુઓને ખાવા માટે ફેંકી દો...'
ચારે મિત્રો હસ્યા. ગુણસેને કહ્યું : “તને મારી નાંખીએ, પછી અમારે કોની સાથે રમવાનું?
ઝેરીમલ બોલ્યો : “અમે તને ખવડાવી-પીવડાવીને તાજા-માજો રાખીશું. જેથી રમવામાં તું થાકે નહીં? થોડું ખાઈ લે. પછી તારે શિકારી કૂતરા સાથે આજે લડાઈ
ભાગ-૧ ક ભવ પહેલો
For Private And Personal Use Only