________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, ના, મારાથી હવે રાજકુમાર અને એના મિત્રોનો ત્રાસ સહન થતો નથી. ભારે ગમે તેમ કરીને આ નગરથી દૂર દૂર ચાલ્યા જ જવું છે. માતા-પિતાને દુઃખ થશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે, તેમ તેમ દુઃખ ઓછું થતું જશે.અને દીર્ધકાળે દુઃખ ભુલાઈ જશે.
પણ હું ક્યાં જઈશ?
ઈશ્વર જ્યાં લઈ જશે ત્યાં જઈશ. મને આ જીવનનો કોઈ મોહ તો છે જ નહીં. જંગલમાં કોઈ વાઘ-વરુ મારું ભક્ષણ કરી જશે તોય મને ચિંતા નથી... અને ચોરડાકુ મળશે... તો મારું શું લૂંટી લેવાના છે? ગમે ત્યાં જઈશ. ઈશ્વરના રાજ્યમાં અંધેર તો નથી જ. ગમે ત્યાં આશ્રય મળી જશે. આ પ્રમાણે રાતભર વિચારો કરીને, છેલ્લા પ્રહરમાં એ ઊંઘી ગયો.
૦ ૦ ૦ ત્રણ દિવસ અગ્નિશર્મા માટે સારા ગયા. યજ્ઞદત્ત અને સોમદેવાને શાન્તિ મળી. આ બ્રાહ્મણ યુવાનો અને મહાજન આશ્વસ્ત થયા.
મહારાજા પૂર્ણચન્દ્રને પણ નિરાંત થઈ. પરંતુ રાજકુમાર ગુણસેન, ત્રણ દિવસમાં ખૂબ અસ્વસ્થ, બેચેન અને ચંચળ બની ગયો. મહાજનોના ભયથી, બ્રાહ્મણ યુવાનોની સતત ચોકીથી અને મિત્રોના અસહકારથી ગુણસેન અગ્નિશમની સાથે કર રમત રમી શક્યો નહીં. તે ઉદાસ, નિરાશ અને ક્રોધી બની ગયો.
ત્રીજા દિવસે સાંજે, યુવાનોએ અગ્નિશમની આસપાસની સુરક્ષા ઉઠાવી લીધી. મહાજનો પોતપોતાના વ્યવસાયમાં દત્તચિત્ત થઈ ગયા. મહારાજા પૂર્ણચન્દ્ર નિશ્ચિત બનીને પોતાના રાજકાર્યમાં પ્રવૃત્ત થયા.
ગુણસેને રાજમહેલના પોતાના ખંડમાં તેના મિત્રોને બોલાવ્યા. બંધબારણએ ગુપ્ત મંત્રણા કરી નિર્ણય કર્યો કે બીજા દિવસે ઉષાકાળે અગ્નિશમને ઉપાડી લાવવો!
ચારે મિત્રોને બીજું તો કોઈ કામ હતું નહીં. નાછૂટકે ત્રણ દિવસ ઘરમાં બેસી રહેવું પડ્યું હતું. ગુણસેને મિત્રોને સમજાવી દીધા!
આપણે હવે એને રાજમાર્ગો પર ફેરવવો નથી. કોઈનેય ખબર ન પડે એ રીતે, અગ્નિશમને રથમાં નાંખી નગરથી બે કોશ દૂર જે મહેલ છે, તે મહેલમાં લઈ જવો અને ત્યાં એની સાથે ક્રીડા કરવી. સાંજે... અંધારું થાય ત્યારે નગરની બહાર જ જીર્ણ મંદિરના ઓટલા પર એને મૂકીને, ચારે મિત્રોએ પોતપોતાના ઘરે પહોંચી જવું.'
સૂર્યોદય પહેલાં અગ્નિશર્માને લેવા જવા માટે ઝેરીમલ અને શત્રુઘ્ન નક્કી થયા. ગુણસેન અને કૃષ્ણકાંતે રથ લઈને બ્રાહ્મણોના મહોલ્લાની બહાર ઊભા રહેવાનું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only