________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
૪
n]
બ્રાહ્મમુહૂર્તમાં યજ્ઞદત્તે નિદ્રાનો ત્યાગ કર્યો. સોમદેવા પણ જાગી ગઈ. જાગતાંની સાથે જ એની દૃષ્ટિ અગ્નિશમની પથારી તરફ ગઈ. અગ્નિશમને પથારીમાં ન જોતાં એ છળી પડી : “અરે, અગ્નિ ક્યાં ગયો એકલો?”
હું પણ હમણાં જ જાગ્યો. જોઉં છું, પાછળ વાડામાં કદાચ ગયો હોય.' યજ્ઞદત્ત પરમાત્માનું નામસ્મરણ કરતા કરતા વાડામાં ગયા. સોમદેવા દીપક લઈ આવી. આખો વાડો જોઈ વળ્યાં, પરંતુ તેને અગ્નિ ન મળ્યો. સોમદેવાની આંખો ભીની થઈ ગઈ. એનો સ્વર ગદ્દગદ થઈ ગયો... “અરેરે, આજે મને કેવી ઘોર નિદ્રા આવી ગઈ?” મારે પણ એક જ ઊંઘે સવાર થઈ છે...”
તો શું પેલા દુષ્ટો આવીને મધ્યરાત્રીમાં ઉપાડી ગયા હશે? ઘરની અંદરની સાંકળ જોઈ?”
“ના, હવે જોઈ લઈએ.' પતિ-પત્ની ઘરમાં આવ્યાં. અંદરની સાંકળ ખૂલેલી હતી. દ્વાર ખોલીને બંને બહાર નીકળ્યાં.
હાથમાં દીવો લઈને બ્રાહ્મણવાસના નાકા સુધી ગયાં. ઘરો બંધ હતાં. થાન શાન્ત હતાં.
“શું થયું હશે અગ્નિનું? એ સ્વયં એકલો તો ક્યાંય જાય નહીં. તો શું પેલા યમદૂતે બારણું ખખડાવ્યું હશે? અગ્નિ જાગી ગયો હશે? એણે ઊભા થઈને બારણું ખોલ્યું હશે? ખોલવાની સાથે યમદૂતે તરાપ મારીને અગ્નિને ઉપાડી લીધો હશે? જો આવું કંઈ બન્યું હોય તો એની તપાસ કરવી વ્યર્થ છે. પરંતુ આજ દિન સુધી એ લોકો આ રીતે ક્યારેય અગ્નિને લઈ ગયા નથી.....”
પતિ-પત્ની, લમણે હાથ દઈ સૂર્યોદય સુધી બેસી રહ્યાં. મહોલ્લો જાગી ગયો હતો. રાબેતા મુજબ લોકોની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી. યજ્ઞદરે સ્નાન નહોતું કર્યું. પૂજાપાઠ નહોતો કર્યો. સોમદેવાએ કહ્યું :
નાથ, આપ સ્નાન કરીને પૂજાપાઠ કરી લો. યજ્ઞદત્તે મૌન રહી અનુમતિ આપી. સોમદેવાએ પાછળના વાડામાં પાણીનું ભાજન મૂકી દીધું અને ત્વરાથી એ મહોલ્લાના દ્વિજ શ્રેષ્ઠને ત્યાં પહોંચી. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only