________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વયોવૃદ્ધ દ્વિશ્રેષ્ઠ પણ પૂજાપાઠમાં બેસવાની તૈયારી જ કરતા હતા, ત્યાં તેમણે સોમદેવાને ઘરમાં પ્રવેશતી જોઈ, તેમણે પૂછ્યું :
પુત્રી, તને અને તારા પુત્રને કુશળ છે ને?'
પૂજ્ય, આજે અમે બંને જ્યારે બ્રાહ્મમુહૂર્તમાં જાગ્યાં. ત્યારે અગ્નિની પથારી ખાલી હતી. અમે ઘરમાં અને મહોલ્લામાં તપાસ કરી પણ અગ્નિ નથી મળ્યો....'
પેલા ઉદ્ધત યુવાનો તો ઉપાડી નહીં ગયા હોય?”
એ લોકો ક્યારેય આ રીતે રાત્રિના સમયે ઉપાડી નથી ગયા. અને ઉપાડી જાય તો કંઈક અવાજ થાય... અગ્નિની ચીસ સંભળાય... આવું કંઈ જ સાંભળ્યું નથી.'
તો પછી!' કંઈ સમજાતું નથી. એ એકલો તો ક્યારેય ઘરની બહાર નીકળે નહીં, રાત્રે તો નહીં જ.”
બેટા, તું જા, હું ઈશ્વર પૂજા કરીને તારા ઘરે આવું છું.' બ્રાહ્મણ સમાજના વયોવૃદ્ધ અગ્રણીની યજ્ઞદત્ત-સોમદેવા પ્રત્યે ગુણદષ્ટિ હતી, હૈયે કોમળ લાગણી હતી. અગ્નિશર્માના ઉત્પીડનથી તેઓ દુઃખી હતા. તેઓ પૂજાપાઠમાં બેઠા. સોમદેવા પોતાના ઘરમાં ગઈ. યદત્ત ઈશ્વરધ્યાનમાં લીન હતા.
સોમદેવાએ ભીની આંખે ઘરનાં કામ આટોપવા માંડ્યાં. મનમાં અગ્નિશર્માના જ વિચારો ચાલે છે. જો કૃષ્ણકાંત કે એનો કોઈ મિત્ર, અગ્નિને લેવા આવે, તો નક્કી થઈ જાય કે એ લોકો અગ્નિને નથી લઈ ગયા.. જો લેવા ન આવે તો માનવું પડે કે એ લોકો જ લઈ ગયા છે. એમનો સમય, અગ્નિને લઈ જવાનો, હવે થાય છે. દિવસના પ્રથમ પ્રહરની છેલ્લી બે ઘડીમાં એ લોકો આવે છે.
પરંતુ આજે ના પણ આવે. જેમ ગઈ કાલે, ત્રણ દિવસ પછી અગ્નિને લઈ ગયેલા, તેમ વળી ત્રણ-ચાર દિવસ ના લઈ જાય, એવું પણ બને.” સોમદેવા મૂંઝાઈ ગઈ. એને ન સમજાયું કે અગ્નિને કોણ અને ક્યારે ઉપાડી ગયું. પુત્રસ્નેહથી તે વ્યથિત અને વ્યાકુળ બની ગઈ. યજ્ઞદત્ત પૂજાપાઠ પૂર્ણ કરી ઊભા થયા. દ્વિજ શ્રેષ્ઠ ઘરમાં પ્રવેશ કર્યો.
યજ્ઞદ સ્વાગતવચનો કહ્યાં અને દ્વિજ શ્રેષ્ઠને બેસવા માટે કાષ્ટાસન આપ્યું. દ્વિજ શ્રેષ્ઠ કહ્યું : “મહાનુભાવ, આપણે નગરશ્રેષ્ઠી પાસે જઈને બધી વાત કરીએ.”
યજ્ઞદત્તની સાથે દ્વિશ્રેષ્ઠ નગરશેઠની હવેલીએ આવ્યા. નગરશ્રેષ્ઠી પ્રાભાવિક કાર્યોથી પ્રવૃત્ત થઈને બેઠા હતા. તેમણે બંને બ્રાહ્મણોનું ઉચિત સ્વાગત કર્યું, અને
ભાગ-૧ % ભવ પહેલો
30
For Private And Personal Use Only