________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવકે તેમને બેસવા માટે આસનો આપ્યાં.
વિજ શ્રેષ્ઠીએ યજ્ઞદત્તની સામે જોઈને કહ્યું : “મહાનુભાવ, રાત્રે જે ઘટના બની, તેને યથાર્થરૂપે, નગરશ્રેષ્ઠી સમક્ષ કહી દે.'
યજ્ઞદને જે વાત બની હતી તે કહી દીધી. નગરશ્રેષ્ઠી ચોંકી ઊઠ્યા. યજ્ઞદત્તે સાથે સાથે ગઈ કાલની વાત પણ કરી દીધી. કેવી લોહીલુહાણ હાલતમાં તે અગ્નિને, ગામ બહારના મંદિરના ઓટલેથી લઈ આવેલા... તે વાત કરી. નગરશ્રેષ્ઠી, યજ્ઞદત્તની વાત સાંભળીને મક્કમ સ્વરે બોલ્યા : “હવે અમારે એ ચંડાળ-ચોકડીની સાન ઠેકાણે લાવવી પડશે. તે માટે રાજસત્તા સામે માથું ઊંચકવું પડશે. પ્રજાને આ રીતે પીડાવા ન જ દેવાય, યજ્ઞદત્ત, જાઓ તમે તમારા ઘેર, હવે તમારા પુત્રની તપાસ હું કરાવીશ.'
દ્વિજ શ્રેષ્ઠને પ્રણામ કરી, તે બંનેને નગરશ્રેષ્ઠીએ વિદાય આપી. વિદાય આપીને તરત જ તેમણે મહાજનોને બોલાવી લાવવા સેવકોને રવાના કર્યા.
આજે કોઈપણ ભોગે રાજકુમારને, એના પિતરાઈ ભાઈ કૃષ્ણકાંતને, મંત્રીપુત્રને અને સેનાપતિપુત્રને સીધા કરવા જ પડશે. એ લોકો સમજાવ્યા નહીં સમજે, બીજો જલદ ઉપાય કરવો પડશે.”
નગરશ્રેષ્ઠીનો સંદેશ મળતાં ટપોટપ મહાજનોના રથ નગરશ્રેષ્ઠીની હવેલીની બહાર આવવા માંડ્યા બે ઘડીમાં સમગ્ર મહાજન ભેગું થઈ ગયું, નગરશ્રેષ્ઠીએ મહાજનનું સ્વાગત કરી, યજ્ઞદત્ત પાસેથી સાંભળેલી વાત કરી અને આજ રાતથી અગ્નિશર્મા લાપતા છે, એ વાત કહી. મહાજનો અકળાયા.
આપણે સહુ મહારાજાને મળીએ. કદાચ, ગઈકાલની અને રાતની વાત મહારાજા નહીં જાણતા હોય. તેમની સમક્ષ જ ચિંડાળ-ચોકડીને બોલાવીએ... પૂછીએ... પછી શું કરવું, તે માટે અહીં ભેગા થઈએ. બરાબર છે?” નગરશ્રેષ્ઠીએ પૂછ્યું. સહુએ જવાબ આપ્યો : “બરાબર છે.'
તો ચાલો, સહુ પોતપોતાનાં વાહનોમાં બેસી જાઓ. અત્યારે જ મહારાજા પાસે જઈએ.'
એક-બે કે દસ-બાર રથ નહીં, પૂરા ૧૦૮ રથ રાજમહેલના વિશાળ મેદાનમાં જઈને ઊભા રહ્યા. નગરશ્રેષ્ઠીની પાછળ ધીર, ગંભીર અને પ્રતિષ્ઠિત મહાજનો મહેલનાં પગથિયાં ચઢવા લાગ્યા.
૦ ૦ ૦ રાજમાર્ગ પરથી મહાજનોના ૧૦૮ રથોને રાજમહેલ તરફ જતા જોઈને, નગરવાસી લોકો અનેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા. શત્રુઘ્નની હવેલી રાજમાર્ગ પર હતી. તેણે શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only