________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર ઉચિત ગણાતો હોય તે વિચાર બીજાના માટે ઉચિત ના પણ ગણાય. આ એક સાર્વત્રિક ઔચિત્ય-અનૌચિત્યના સિદ્ધાન્તની મેં વાત કરી. આ દૃષ્ટિએ તું મારા માટે જે વિચારે છે તે અનુચિત નથી, અને હું મારા માટે જે વિચારું છું તે પણ ઉચિત જ છે, તું મારા પ્રાણોને ટકાવવાની ઇચ્છા રાખે તે સર્વથા ઉચિત છે. અને હું સ્વેચ્છાએ સમાધિમૃત્યુની અભિલાષા રાખું - સમતાભાવે મૃત્યુને ભેટવાની ઇચ્છા રાખું તે પણ સર્વથા ઉચિત જ છે.”
મહારાજ, આપની યથાર્થ વાત મને સમજાણી. હવે કૃપા કરી. મને મારાં કર્તવ્યોનો બોધ આપો. પ્રજા તરફનાં મારાં કર્તવ્યો, મારા આત્મા પ્રત્યેનાં મારા કર્તવ્ય... અને રાજપરિવાર તરફનાં મારા કર્તવ્યો શાં હોઈ શકે...?'
દેવશર્મા, તું પ્રબુદ્ધ છે. હું તને જાણું છું. તું સ્વેચ્છાએ આજ સુધી રાજનીતિથી અળગો રહ્યો અને આજે ઉચિત સમયે રાજક્ષેત્રમાં પ્રવેશ કર્યો - તે તારો વિવેક છે. તને હું શો કર્તવ્યબોધ આપું? કર્તવ્યબોધ સ્વયંભૂ પ્રગટનારો ગુણ છે. તારામાં એ ગુણ સ્વયંભૂ પ્રગટેલો છે.
કયા સમયે, કયા ક્ષેત્રમાં, કઈ વ્યક્તિ અંગે શું કર્તવ્ય હોઈ શકે – એ તેં અત્યારે અહીં આવીને સિદ્ધ કરી બતાવ્યું છે. નિર્ભય અને નિશ્ચિત બનીને, તેં મારી સાથે વાતો કરી છે. જીવનમાં સદૈવ તું નિર્ભય રહ્યો છે... એ જ રીતે ભવિષ્યમાં નિર્ભય રહે છે. કદાચ જીવનના ક્ષેત્રે હારવું પણ પડે... એ હારને પણ નિર્ભયતાથી સ્વીકારીને તું વિજેતા બનજે.'
“મહારાજા, આપ આ જ રીતે વિજેતા બન્યા છે. વિશાળ સામ્રાજ્યના અધિપતિ બનીને રાજસિંહાસન પર જે રીતે આપ બેસતા હતા. એ જ નિર્ભયતાથી અને પ્રસન્ન મુદ્રાથી આપને આજે આ કારાવાસની કોટડીમાં બેઠેલા જોઉ છું! આ જ આપનો જીવન ઉપરનો જ્વલંત વિજય છે..
મહારાજા, એક છેલ્લી વિનંતી કરી દઉં : “જો આપ આહાર ગ્રહણ નહીં કરો.. તો આનંદ કુમાર વિશેષ રીતે ક્રોધ કરશે. બળતામાં ઘી હોમાશે. અને કદાચ મોટો ભડકો થશે. ઘોર અનર્થ સર્જાઈ જાય...”
દેવશર્મા, તું જાણે છે. મહાત્માઓ પ્રાણાંતે પણ પોતાના વ્રતનિયમનો ભંગ કરતા નથી! મેં અનશન વ્રત અંગીકાર કરેલું છે... હું ભોજન કેવી રીતે કરું? નહીં જ કરું... અને કુમાર ભલે, એનાં કર્મોથી પ્રેરિત થઈને જે કરવું હોય તે કરે. મને કોઈ ભય નથી...”
દેવશર્માને મહેલમાં પાછો આવેલો ના જોઈ, કુમાર આનંદ છંછેડાયો. “એ બુઢો જિદ્દી છે... મારે જ જવું પડશે... એની સાન ઠેકાણે લાવીશ...'ખુલ્લી તલવાર સાથે તે કારાવાસમાં ધસી ગયો.”
ભાગ-૧ ૪ ભવ બીજો
૩૪૨
For Private And Personal Use Only