________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TY 8છn]
‘જો તમે ભોજન નહીં કરો તો યમરાજની જિહુવા જેવી આ તલવાર તમારી સગી નહીં થાય.” કુમાર આનંદે તલવારને આકાશમાં ઘુમાવતાં કહ્યું.
કુમાર, પહેલાં હું જે કહું તે સાંભળી લે, પછી તારે જે કરવું હોય તે કરજે.”
કહો, તમારે જે કહેવું હોય તે.” તલવારના ટેકે તે એક હાથ કમર પર મૂકી ઊભો રહ્યો.
કુમાર, આ દેહ શાશ્વત નથી. કાયમ ટકતો નથી. એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે, પછી એ દેહ મારો હોય, તારો હોય કે કોઈ પણ જીવનો હોય. માટે આ દેહમાં સારભૂત કંઈ જ નથી. કંઈ પણ સારભૂત હોય તો એના ઉપર મમત્વ રહે. અસાર ઉપર મમત્વ શાનું રહે? દેહની નિયતિ જ મૃત્યુ છે.. એક દિવસ એ રાખ થઈ જશે... ઘરતીની માટીમાં મળી જશે. આ સત્યને સમજનાર મનુષ્ય મૃત્યુથી ડરે શાનો? સામે ઊભેલા મૃત્યુથી એ ડરે શાનો?”
મનુષ્ય માનવું જ ના જોઈએ કે “હું મરું છું. જે હું છે - આત્મા છે - તે ક્યારેય મરતો નથી. આત્માએ જ બનાવેલું અને ધારણ કરેલું શરીર જ નાશ પામે છે. શરીરના નાશને “મૃત્યુ' એવું નામ આપેલું છે. અજ્ઞાની મનુષ્ય આ પરમ સત્યને સમજતો નથી, માટે માને છે કે હું મરું છું!'
કુમાર, મેં ગુરુદેવ પાસેથી આ મૃત્યુબોધ પ્રાપ્ત કર્યો છે. માટે હું મૃત્યુથી નિર્ભય
છે.
બીજી વાત એ હું કહું છું તે ધ્યાનથી સાંભળ. દરેક જીવ ક્ષણે-ક્ષણે, સમયે-સમયે મરી રહ્યો છે... દરેક જીવનું જીવન એના પોતાના બાંધેલા “આયુષ્યકર્મ' ને આધીન હોય છે. પૂર્વજન્મમાં જ જીવ, આગામી જન્મનું આયુષ્ય-કર્મ બાંધી લેતો હોય છે. જેમ હું આ જન્મમાં જ, મારા મૃત્યુ પછીના જન્મનું-ભવનું આયુષ્યકર્મ બાંધી લઈશ.. કે બાંધી લીધું હશે. એવી રીતે તું પણ આ ભવમાં જ આગામી ભવનું આયુષ્ય બાંધીશ અથવા બાંધી લીધું હશે.
એવી રીતે, પૂર્વજન્માં બાંધેલું આ મનુષ્યગતિનું મારું આયુષ્ય હું ક્ષણે-ક્ષણે ભોગવી રહ્યો છું. જેમ જેમ એ ભોગવાતું જાય છે... આયુષ્ય નાશ પામતું જાય છે. આયુષ્યનો નાશ – એ જ મૃત્યુ છે! એટલે જીવ ક્ષણે-ક્ષણે મરી રહ્યો છે, છતાં, જે મનુષ્ય આ રહસ્ય જાણતો નથી હોતો એ મિથ્યા અભિમાન કરે છે, કે “હું જીવું છું! કોઈ જીવ જીવતો નથી. દરેક જીવ ક્ષણે ક્ષણે મરી રહ્યો છે. જ્યારે આયુષ્યકર્મ સંપૂર્ણતયા નાશ પામશે ત્યારે આ શરીરનો ત્યાગ કરી આત્મા બીજી ગતિમાં ચાલ્યો શ્રી સમરાદિત્ય મહાકથા
383
For Private And Personal Use Only