________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જશે... કે જે ગતિનું એણે આયુષ્યકર્મ બાંધ્યું હશે. મનુષ્ય ચારે ગતિનું આયુષ્યકર્મ બાંધી શકે છે. દેવગતિનું, મનુષ્યગતિનું, તિર્યંચ ગતિનું અને નરકગતિનું... તું પૂછીશ કે જીવ ક્યારે આયુષ્ય કર્મ બાંધે છે? તેનો જવાબ હું નહીં આપી શકું. તેનો જવાબ વિશિષ્ટ જ્ઞાની પુરુષો જ આપી શકે. બધા જીવો એક જ સમયે આગામી ભવનું આયુષ્ય નથી બાંધતા.
કુમાર, ત્રીજી વાત કહું છું તે એકાગ્ર બનીને સાંભળ : આ દુનિયા એક યાત્રા સંઘ જેવી છે. દુનિયા એક વિરાટ યાત્રા સંઘ છે. નિરંતર એ મૃત્યુ-તીર્થ તરફ ચાલી રહ્યો છે. યાત્રાસંઘમાં કોઈ બહુ આગળ ચાલે છે, કોઈ મધ્યમ ગતિથી ચાલે છે... તો કોઈ મંદ ગતિથી ચાલે છે. એવી રીતે કોઈ સહુથી પહેલાં મૃત્યુ-તીર્થે પહોંચે છે, કોઈ થોડીવાર પછી પહોંચે છે... તો કોઈ ઘણા વિલંબે પહોંચે છે... પરંતુ દરેક જીવાત્માને મૃત્યુતીર્થે અવશ્ય પહોંચવાનું જ હોય છે...
અજ્ઞાની મનુષ્ય જાણતો નથી, સમજતો નથી.... કે એ મૃત્યુના મહાતીર્થ તરફ ચાલી રહ્યો છે. લાંબી યાત્રા હોવાથી વચ્ચે વિસામો લેવાનો હોય છે. જીવ “જીવન” નો વિસામો લે છે... અને પાછો આગળ વધે છે. પરંતુ દુઃખની વાત એ છે કે જીવ જાણી શકતો નથી કે એ મૃત્યુતીર્થ નજીક છે કે દૂર છે. તીર્થ છે પરંતુ અદશ્ય તીર્થ છે! અદૃશ્ય તીર્થે પહોંચનાર જીવ પણ અદૃશ્ય થઈ જાય છે. એ તીર્થનો મહિમા જ એવો છે કે ત્યાં પહોંચનાર “દશ્ય’ નથી રહેતો. - અજ્ઞાની જીવ મિથ્યા અભિમાન કરતો હોય છે કે હું તો સો વર્ષ જીવવાનો છું. હજાર વર્ષ જીવવાનો છું.. લાખ કરોડ કે અસંખ્ય વર્ષ જીવવાનો છું! એને ખબર હોતી નથી કે એ મૃત્યુતીર્થની સામે ઊભો છે... પગ ઉપાડીને એણે મૃત્યુતીર્થના પગથિયા ઉપર જ મૂકવાનો છે! છતાં એ બોલે છે - “હું જીવું છું ને જીવવાનો છું!'
મૃત્યુતીર્થના આપણે સહુ યાત્રિક છીએ... નિર્ભય બનીને ચાલતા રહેવાનું છે.. માટે જ હું નિર્ભય છું.
કુમાર, ગુરુદેવ પાસેથી સમજેલી ચોથી વાત શાન્તિથી સાંભળ.
કસાઈખાનું - કતલખાનું જેમણે જોયું છે, તેઓ સમજે છે કે જે પશુઓ કતલખાનામાં પ્રવેશ કરે છે, તે જીવો જીવવાની આશા છોડી દે છે. તેમને મૃત્યુ સામે જ દેખાય છે. બિચારાં પશુઓને, કે જેઓ અજ્ઞાની છે. તેમને મરવું ગમતું નથી. એટલે બરાડે છે. રડે છે... ભાગી છૂટવા માટે ધમપછાડા કરે છે. પરંતુ એમને ત્યાં કપાઈ મરવાનું નિશ્ચિત હોય છે.
તેવી રીતે, આ સંસાર કતલખાનું છે. સંસારમાં રહેલા, ચાર ગતિમાં રહેલા દરેક જીવનું મોત નિશ્ચિત જ હોય છે. જે અજ્ઞાની જીવોને મોત નથી દેખાતું.. તેઓ તેમને મળેલા ભોગ સુખોમાં રાચે-માચે છે. જે અજ્ઞાની જીવોને મોત દેખાય છે સામે... જીવલેણ રોગ ઘેરી લે છે, વૃદ્ધાવસ્થા આવી જાય છે... ત્યારે રડે છે... બરાડે
ભાગ-૧ % ભવ બીજો
388
For Private And Personal Use Only