________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે... અને મૃત્યુથી બચવાના અનેક ઉપાયો કરે છે... ‘મારે મરવું નથી, મારે હજુ જીવવું છે...' દીનતા કરે છે... લાચારી વ્યક્ત કરે છે... તેઓ સમજતા નથી હોતા કે ‘આ કતલખાનું છે... આપણે કતલખાનામાં છીએ...' આપણા દેખતાં અનેક જીવો મરે છે... આપણે એમની જ પંક્તિમાં ઊભા છીએ...' આપણો વારો આવશે એટલે આપણી પણ કતલ થવાની જ છે. કત્તલખાનું પાંજરાપોળ નથી. ત્યાં જીવો જિવાડવા માટે નથી હોતા, મારવા માટે જ હોય છે...
વારો આવવાનો જ છે મરવાનો, રાહ જુઓ.
કુમાર, મારી પાંચમી મૃત્યુબોધની વાત સ્વસ્થ ચિત્તે સાંભળ.
મૃત્યુ શિકારી છે. આપણે સહુ હરણના ટોળાં છીએ. એ શિકારીના હાથમાં જે ધનુષ્ય છે તે જરા છે, વૃદ્ધાવસ્થા છે અને તીર છે એ વ્યાધિ છે. અસંખ્ય તીરો એ ધનુષ્યમાંથી છૂટે છે અને હરણના ભાગતા ટોળામાંથી કોઈ ને કોઈનો શિકાર કરી લે છે. જેના શરીરમાં એ તીર ભોંકાય છે... તે જમીન પર પટકાઈ જાય છે, તરફડી તરફડીને મરે છે. શિકારી એને ઉપાડી જાય છે.
બિચારાં હ૨ણ! નિર્બળ અને ભોળાં હરણ, નથી એ શિકારીનો કોઈ પ્રતિકાર કરી શકતું, નથી એનાથી કોઈ બચી શકતું... એ એક પછી એક હરણનો શિકાર કરે જ છે.
આપણે મનુષ્યો દિશાહીન બની દોડી રહ્યા છીએ. આપણી પાછળ મૃત્યુ-શિકારી ધનુષ્ય ૫૨ બાણ ચઢાવીને દોડતો આવે છે... તીરો છોડતો જાય છે... આપણા ટોળામાંથી એક પછી એક શિકાર બનતા જાય છે... નજરે જોઈએ છીએ, છતાં વિચાર કરતા નથી, કારણ કે અજ્ઞાની છીએ. હરણ જેવા ભોળા છીએ.
એક દિવસ મને અને તને પણ તીર વાગશે, જરૂ૨ વાગશે, આપણે મૃત્યુ શિકારીના શિકાર બની જઈશું. જો કે મને તો તીર વાગી જ ગયું છે. તીરની ઝેરી અસરો મારા દેહમાં થઈ રહી છે... અને ક્યારે શિકારી મને ઉઠાવીને લઈ જાય - એની રાહ જોઉં છું.
કુમાર, મારી છઠ્ઠી વાત પણ મૃત્યુબોધની છે, તે તું ધીરજ રાખીને સાંભળ :
વૃક્ષોની ઘટાઓથી, પહાડો અને નદીઓથી, નાનાં-મોટાં પશુઓથી ભરેલાં ગીચ જંગલોમાં જેમ સિંહ નિરંકુશ રીતે વિચરે છે, તેમ આ સંસારમાં મૃત્યુ નિરંકુશ બનીને ભટકે છે... એને કોઈ અવરોધ નડતો નથી, એ કોઈનીય પરવા કરતું નથી... જ્યારે એની ઇચ્છા થાય ત્યારે હરણના ટોળા ઉપર તૂટી પડે છે ને એકાદ હરણને ઉપાડી જાય છે. એને ભક્ષ્ય બનાવે છે.
મૃત્યુ નિરંકુશ બનીને સમગ્ર જીવલોકમાં વિચરી રહ્યું છે, અનાદિકાળથી વિચરે શ્રી સમરાદિત્ય મહાકથા
૩૪૫
For Private And Personal Use Only