________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. હું કોઈનો નથી.’ આત્માના એકત્વને આત્મસાત્ કરી હું પરમાત્મધ્યાનમાં લીન બનીશ...'
“મહારાજા, આપના જીવન પ્રત્યે આપ નિઃસ્પૃહ બન્યા છો, પણ લાખો પ્રજાજનો આપના જીવનને ઇચ્છે છે... હું પણ ઇચ્છું છું... અને આપની આજ્ઞાને શિરોધાર્ય કરવા તૈયાર છું...” મહારાજાના મુખ પર સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા :
દેવશર્મા, જો એમ જ હોત તો હું જયપાલને મારા સોગંદ આપીને રોક્ત નહીં, જ્યારે એ કુમારનો વધ કરવા ઉદ્યત થયો હતો. એ, કસાઈ જેમ બકરાને હલાલ કરી નાંખે તેમ કુમારને મોતને ઘાટ ઉતારી શકત.... એને રોકી દીધો... કારણ કે મારા ઉપર જે ઘા થયો હતો તે જીવલેણ છે. મારું મૃત્યુ નિશ્ચિત છે.. પછી એનો વધ થવા દઈ, પ્રજાને રાજા વિનાની રાખવીએ ઉચિત ન હતું.”
આવો કુમાર રાજા બની પ્રજાનું શું હિત કરશે?
દેવશર્મા, એક વ્યક્તિની તરફ દ્વેષ રાખનાર, એક વ્યક્તિ પ્રત્યે વેર રાખનાર, મનુષ્ય, બીજાઓ પ્રત્યે પણ કેપ વેર રાખે જ, એવો નિયમ નથી. બીજાઓ પ્રત્યે તે સારો... પ્રેમભર્યો વ્યવહાર રાખી શકે છે. મારાં જ કોઈ પૂર્વજન્મોના કર્મોના કારણે એ મારા પ્રત્યે શત્રુતા રાખે છે. એટલા માત્રથી એ પ્રજાનું અહિત કરશે – એમ ના માની લેવું જોઈએ.'
પણ કુમાર, પેલા દુર્મતિ સામન્તનો દોર્યો દોરવાય છે... દુર્મતિ ખરેખર દુર્મતિ જ છે... એનું પરિણામ કેવું આવે?'
દેવશર્મા, તું કાર્યદક્ષ છે, ચતુર છે... તું કુમારના પડખે રહીશ.. અને અવસરે અવસરે તેને ઉચિત માર્ગદર્શન આપીશ, તો એ સન્માર્ગે વળશે...”
એટલે જ મેં મહામંત્રી-પદ સ્વીકાર્યું છે, મહારાજ, પરંતુ મારી એક વિનંતી તો માનવી જ પડશે આપે.. આપ ભોજન કરો.”
દેવશર્મા, ઘર પડી જ રહ્યું હોય ત્યારે એનું સમારકામ ના થાય ને? એને પડવા જ દેવું જોઈએ. પછી એ જગાએ નવું ઘર બનાવું જોઈએ. તેમ હવે આ દેહ પડવાનો જ છે. નક્કી પડવાનો છે... એને ભોજન આપીને ટકાવવાનો પ્રયત્ન વ્યર્થ જ જાય. એનું કોઈ ફળ ના મળે. માટે ભોજનનો આગ્રહ ના કર...
મહારાજ, હું એમ માનું છું કે જ્યાં સુધી.. આ દેહ ટકે ત્યાં સુધી ટકાવવો જ જોઈએ. અંતિમ શ્વાસોચ્છવાસ સુધી એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.'
મારા માટેની તારી આ વિચારણા ઉચિત હશે, હું એમાં અસંમત નથી. પરંતુ મારી મારા માટેની વિચારણા જુદી છે! દેવશર્મા, જે વિચાર બીજા માટે ઉચિત ગણાતો હોય, તે વિચાર પોતાના માટે ઉચિત ના પણ ગણાય! અને પોતાના માટે જે
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૪૧
For Private And Personal Use Only