________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીન ઉપર મહારાજાની સામે બેસી ગયો. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા.” દાનવે દેવને માર્યો..”
મહારાજા, આપ સુજ્ઞ છો. જિનવચનોથી ભાવિત છો. સત્ત્વશીલ છો. આપ જો ભોજન નહીં કરો તો પુરુષાર્થ કેવી રીતે કરી શકશો? પૂર્વોપાર્જિત કર્મો ઉપર પુરુષાર્થથી વિજય મેળવી શકાય છે. માટે આપ ભોજન ગ્રહણ કર્યો. જીવન પ્રત્યે નિરાશ ના બનો. જીવન હશે તો આપ આપત્તિઓના પહાડો ઓળંગીને સંપત્તિ પ્રાપ્ત કરી શકશો...”
“દેવશર્મા, તે પુરુષાર્થની વાત કરે છે, મેં કાળને અનુરૂપ પુરુષાર્થ છોડ્યો નથી. તે તે કાળને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ માણસે. મેં વીતેલા જીવનમાં અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ અને ધર્મપુરુષાર્થ - ત્રણે પુરુષાર્થ કર્યા હતા. હવે માત્ર એક જ ધર્મપુરુષાર્થનું આલંબન લેવું ઉચિત લાગવાથી, મેં ભાવથી ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો છે અને અનશન-વ્રત સ્વીકારી લીધું છે!'
મહારાજ, આપ ભોજન નહીં સ્વીકારો તો આનંદકુમાર નાહક કોપાયમાન થશે. એની બુદ્ધિ વિષમ બની છે. એ ગુણીજનોના ગુણ ગ્રહણ કરી શકતો નથી. એ વ્યક્તિને કે સમયને ઓળખી શકતો નથી. પ્રજાનું અહિત કરવા તે ઉઘત થયો છે. ઉન્મત્ત હાથીની જેમ તે સ્વછંદી છે. તેનામાં ઠાંસી-ઠાંસીને કુટિલતા ભરેલી છે. તે આપના પ્રત્યે પ્રતિકૂળ વિચારોવાળો છે. તેના અંગે અંગે વેરની ગાંઠો નીકળી આવી છે.. મહારાજા, શું આવા જુલ્મીના હાથમાં પ્રજાને સોંપી દેવી છે? પ્રજાનું શ્રેષ્ઠ હિત ચાહનારા અને કરનારા આપ... નિરાશ બનીને, માત્ર પોતાના આત્માના હિતનો વિચાર કરશો, તો કેમ ચાલશે? પરહિતનો વિચાર અગ્રસ્થાને રાખીને યોજના બનાવો... અમે બધા જ આપના સહયોગી છીએ...”
દેવશર્મા, જીવનના છેલ્લા દિવસોમાં પરહિતનો નહીં, સ્વહિતનો, આત્મહિતનો પુરુષાર્થ જ કરી લેવો જોઈએ. તું મારું શરીર જો.. કેટલા ઘા થયા છે આ શરીર પર? શું આ કારાવાસમાં તું ઔષધ ઉપચાર કરીને ઘા રૂઝવી શકીશ? અકારણ વૈરી બનેલો કુમાર મને જીવવા દેશે એમ હું માને છે? એ તો. એણે એક ઘા કર્યો... ત્યાં જયપાલે આવીને એની કટારીને દૂર ફંગોળી દઈ એને બાંધી દીધો. નહીંતર એને તો ત્યાં જ મારી હત્યા કરી નાંખવી હતી...'
મહારાજા, આપ બચી ગયા છો.... હવે શા માટે સ્વયં મૃત્યુની અભિલાષા કરો. છો?'
હું સમાધિમૃત્યુની અભિલાષા કરું છું! જ્યારે જીવવાની સ્પૃહા જ નથી રહી, જીવનનો મોહ નથી રહ્યો.... જીવનની સ્થિતિ પૂણ પૂર્ણતાના આરે છે, ત્યારે બીજાં બધાં કર્તવ્યોને છોડી દઈ, પ્રજાને એના ભાગ્ય પર છોડી દઈ, કુમારને એનાં કર્મો પર છોડી દઈ, મેં ભાવથી ચારિત્રધર્મ સ્વીકારી લીધો છે. હું એકલો છું. મારું કોઈ 380
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only