________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન કર્યું : “મહારાજાએ આહાર અને પાણીનો ત્યાગ કર્યો છે. “અનશન-વ્રત સ્વીકારી લીધું છે.
કુમાર ક્રોધથી ધમધમી ઊઠ્યો : “એ મને હજુ બદનામ કરવા માગે છે... એને આ રીતે મરી જવું છે... ના, ના, આ રીતે એને હું મરવા નહીં દઉં....'
પાસે બેઠેલા નવા મહામંત્રી દેવશર્માને કહ્યું : “તમે રાજા પાસે જાઓ, એમને સમજાવીને ભોજન કરાવો. સમજાવવા છતાં એ ન સમજે તો કહેજો કે જો તમે ભોજન નહીં કરો તો કુમાર આનંદ નિર્દયતાથી તમને હણી નાંખશે...' જાઓ, હમણાં જ જઈને સમજાવો.”
૦ ૦ ૦ રાજ્યમાં થયેલા એકાએક પરિવર્તનથી, મહારાજાને કારાવાસમાં પૂરવાથી અને મહારાણીના નગરયાગથી અત્યંત વ્યથિત થયેલા મહામંત્રી સુમતિસાગરે નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના સ્થાને કુમારે દેવશર્મા ને મહામંત્રી-પદ આપ્યું હતું. જયપાલના સ્થાને સામંત દુર્મતિને સેનાધિપતિ બનાવ્યો હતો. દેવશર્મા કારાવાસમાં આવ્યો.
તેના હૃદયમાં મહારાજા પ્રત્યે સદ્દભાવ હતો. આનંદે જે રીતે મહારાજા પર તલવારની પ્રહાર કર્યો, જે રીતે મહારાજાને બાંધ્યા. જે રીતે કારાવાસમાં પૂરી દીધા.. દેવશર્માને જરાય ગમ્યું ન હતું. પરંતુ તેણે જ્યારે કુમારની પડખે દુર્મતિસામંતને જોયો, સામંતને પૂછી-પૂછીને કામ કરતા કુમારને જોયો, ત્યારે રાજ્ય પ્રત્યે અત્યંત નિષ્ઠાવાન દેવશર્માએ, કુમારનો વિરોધ કરવાના બદલે, કુમારનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનું ઉચિત સમજ્યો. “જો રાજ્યની ધુરા આ દુષ્ટ દુર્મતિના હાથમાં જશે પ્રજા દુઃખી થઈ જશે. ધર્મપ્રધાન સંસ્કૃતિનો નાશ થશે. રાજ્યની સમૃદ્ધિ પરરાજ્યમાં તણાઈ જશે. માટે મારે રાજ્યના ઉચ્ચપદે બેસી જવું જોઈએ.' આમ વિચારીને દેવશર્મા મહામંત્રીપદનો સ્વીકાર કર્યો હતો. દેવશર્મા મહારાજા સિંહના સમવયસ્ક હતા અને દૂરના સગામાં પણ હતા.
દેવશર્માએ કારાવાસમાં પ્રવેશ કર્યો. મહારાજાના ખંડમાં ગયો. મહારાજા જમીન પર આડા પડ્યા હતા, તેમની આંખો બંધ હતી, દેવશર્માએ પ્રણામ કરી નિવેદન કર્યું : મહારાજા, હું દેવશર્મા આપને મળવા આવ્યો છું.
મહારાજાએ આંખો ખોલી.. દેવશર્માએ મહારાજાનાં લોહીથી ખરડાયેલાં વસ્ત્ર જોયાં. લોહીથી ખરડાયેલું શરીર જોયું... ઘાની સાથે વસ્ત્ર ચોંટી ગયાં હતાં... છતાં મુખ પર અપૂર્વ સૌમ્યતા અને સમતા જોઈ દેવશર્માને ગ્લાનિ થઈ આવી.. તેની આંખો ભીની થઈ ગઈ. તેણે બીજા બધા સૈનિકોને અને અધિકારીઓને ખંડની બહાર મોકલી દીધા. તે
શ્રી સમરાદિત્ય મહાકથા
33c
For Private And Personal Use Only