________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદેવ સમંત થયો. જોકે એને આશ્ચર્ય જરૂ૨ થયું. ‘શિખીકુમારને સર્વથા ધિક્કારનારી જાલિની આજે કેમ મને એમની પાસે મોકલે છે? રત્નકંબલ ભેટ આપવા મોકલે છે? શું એના હૃદયનું પરિવર્તન થયું હશે? થઈ શકે પરિવર્તન યુવાનીમાં કરેલી ભૂલોનો, પાછલી ઉમ૨માં પશ્ચાત્તાપ થઈ શકે છે.’
તેણે જાલિનીને કહ્યું : ‘સંદેશો આપો.’
જાલિનીએ સંદેશો આપ્યો, રત્નકંબલ આપી, અને સોમદેવ રવાના થઈ ગયો. રસ્તામાં એણે જાણી લીધું કે ‘આચાર્ય ‘તમાલ' નામના ગામના બાહ્ય ઉદ્યાનમાં રહેલા છે.’ તે તમાલ ગામમાં પહોંચી ગયો. અશ્વને એક વૃક્ષ નીચે ઊભો રાખીને સોમદેવ આચાર્ય પાસે આવ્યો. આચાર્યને વંદના કરી... અને મધુર સ્વરમાં કહ્યું : ‘ગુરુદેવ, હું કૌશાંબીથી આવ્યો છું. મહાત્મા શિખીકુમારનાં દર્શન કરવા આતુર છું...'
ગુરુદેવે કહ્યું : 'મહાનુભાવ, જુઓ... સામે જ શિખીકુમાર આચાર્ય સાધુઓને અધ્યયન કરાવી રહ્યા છે.’ સોમદેવે શિખીકુમારને જોયા. તે ત્યાં ગયો, વંદના કરી, નિવેદન કર્યું :
‘મહાત્માન્, હું કૌશામ્બીથી આવ્યો છું...' ‘કોઈ વિશેષ પ્રયોજનથી કે સ્વાભાવિક?'
‘આપનાં માતાજીએ મને આપના કુશળ સમાચાર જાણવા મોકલ્યો છે. આપના વિરહથી તેમને અત્યંત દુઃખ થયું છે... અનુત્તાપના અગ્નિથી બળી રહ્યાં છે. તેમનો દેહ પણ કૃશ થઈ ગયો છે...’
‘માતાજીને અનુતાપ? મારા વિરહથી? આશ્ચર્ય! સોમદેવ, ક્ષણભર માનવામાં ના આવે... એવી વાત છે...’
‘માનવી પડશે મહાત્મન્, એમનો સંદેશો સાંભળશો એટલે જરૂ૨ માનશો!' ‘માતાએ કેવો સંદેશો મોકલ્યો છે?'
તેમણે કહ્યું છે : ‘હે વત્સ, સ્ત્રીઓ સંકુચિત હૃદયવાળી હોય છે, અવિવેકી હોય છે. અવિચારી કાર્ય કરનારી હોય છે...
ચંચળ સ્વભાવની હોય છે, ઇર્ષ્યાળુ હોય છે. દુરાગ્રહી હોય છે, અને પાછળથી પસ્તાવો કરનારી હોય છે. જ્યારે સત્પુરુષો ગંભીર હૃદયના હોય છે, વિનીત હોય છે, વિચારપૂર્વક કાર્ય કરનારા હોય છે, સ્થિર સ્વભાવના હોય છે, ગુણવાન હોય છે, ચારે બાજુનો વિચાર કરનારા હોય છે... હે પુત્ર, હું એક અજ્ઞાની... સ્વાર્થી અને દુર્ગુણોની ભરેલી સ્ત્રી છું. મેં ક્રોધાવેશમાં આવીને ન કરવાનું કાર્ય કર્યું. તમને દુઃખ આપ્યું. તમને ત્રાસ આપ્યો... પરંતુ તું તો માતૃભક્ત છે. તેં ક્યારેય મારો અવિનય નથી કર્યો... તું વિનીત છે... છતાં એક વાત મને સમજાઈ નહીં કે મારી રજા વિના તેં સાધુપણું કેમ લીધું? મને રીંસ આવેલી... તેથી હું તારા દીક્ષામહોત્સવમાં નહોતી આવી... તું મને મળ્યા વિના જ ચાલ્યો ગયો... વત્સ, તું માતાના હૃદયને તો જાણે
89.
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only