________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ને? એ પોતાના બાળકને મારે. ને પછી છાતીએ લગાડે!
વત્સ, તારા ગયા પછી.. સદવ તને યાદ કરું છું. મને પણ તેં જે માર્ગ લીધો છે એ માર્ગ ગમ્યો છે. જોકે હવે હું સાધ્વી તો નહીં બની શકું... પણ તું મને, મારી યોગ્યતા મુજબ ધર્મ આપીશ તો હું મારાં પાપોને ધોઈ શકીશ... મારા પુત્ર, તું અહીં કિશામ્બી આવ. તારા દર્શન આપીને, મારા સળગતા હૃદયને શાંતિ આપ.
તું જ્ઞાની છે, સંયમી છે, મારા અવગુણોનો વિચાર ના કરીશ. બસ, તારા જેવા ગુણવાન પુરૂષો માતાના હૃદયને સમજી શકતા હોય છે. વિશેષ તો તને શું કહ્યું? દીક્ષા પ્રસંગે હું તને કંઈ આપી શકી ન હતી, માટે રત્નકંબલ મોકલી છે. એટલી વસ્તુ જરૂર સ્વીકારી લેજે...'
શિખીકુમારે વિચાર્યું : “માતાઓનાં હૃદય હમેશાં સ્નેહાસક્ત હોય છે. પરમાર્થને સમજી શકતાં નથી. છતાં માતા-પિતાના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી...? તેમણે સોમદેવને કહ્યું :
સોમદેવ, ખરેખર હું માતાના કારણે વિરક્ત થયો નથી, માતાના કારણે ગૃહવાસ ત્યજ્યો નથી. મેં તો ગુરુદેવના ઉપદેશથી અને એમની આઠ-આઠ ભવોની આત્મકથા સાંભળીને વિરક્ત બનીને સાધુધર્મ સ્વીકાર્યો છે. માતા કારણ વિના દુઃખ લગાડે છે.. તમે એને કહેજો કે એ હૃદયમાં સંતાપ ના કરે. બીજો કોઈ વિકલ્પો ના કરે... બાકી કૌશામ્બી આવવા - ના આવવા અંગેનો નિર્ણય ગુરુદેવ જ કરશે. અને આ રત્નકંબલ ગ્રહણ કરવી કે ના કરવી, એનો નિર્ણય પણ ગુરુદેવ કરશે. તમે ગુરુદેવને પ્રાર્થના કરો, માતાની ભાવના જણાવો.'
સોમદેવ ગુરુદેવશ્રીની પાસે ગયા. ગુરુદેવને પ્રણામ કરી કહ્યું : “ભગવંત, હું કૌશામ્બીથી શિખીકુમારનાં માતાજીનો સંદેશો લઈ આવ્યો છું. તેઓએ કહ્યું છે કે આપ કૌશામ્બી પધારો. શિખીકુમારના વિરહથી તેઓ વ્યાકુળ છે. તેમનાં દર્શન થશે ત્યારે જ તેમને શાન્તિ થશે.'
મહાનુભાવ, માતાની ઇચ્છા પુત્રનાં દર્શન કરવાની હોય તે સ્વાભાવિક છે, અને માતાની ભાવનાને સફળ કરવાનું પુત્રનું કર્તવ્ય હોય છે. પરંતુ અત્યારે શિખીકુમાર સો સાધુઓને અધ્યયન કરાવી રહ્યા છે, અધ્યાપનનું કાર્ય પૂરું થયા પછી મુનિવરને કૌશામ્બી મોકલી શકીશ.”
ભગવંત, આપે ઉચિત કહ્યું. મને હર્ષ થયો. આપનો પ્રત્યુત્તર હું શિખીકુમારની માતાને સંભળાવીશ. પરંતુ આ રત્નકંબલ આપે ગ્રહણ કરવાની છે. માતાએ ખૂબ શ્રદ્ધા-ભક્તિથી મોકલી છે.'
મહાનુભાવ, આવું મૂલ્યવાન વસ્ત્ર અમારાથી ગ્રહણ ન કરી શકાય.'
પરંતુ ગુરુદેવ, જો આપ આ વસ્ત્ર ગ્રહણ નહીં કરો તો માતાનું હૃદય ખૂબ દુઃખ અનુભવશે. શિખીકુમાર માટે તેઓએ ખૂબ ભક્તિભાવથી મોકલ્યું છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
8SE
For Private And Personal Use Only