________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખીકુમાર પ્રત્યેના વાત્સલ્યથી પ્રેરાઈને ગુરુદેવે રત્નકંબલ ગ્રહણ કરી. સોમદેવને આનંદ થયો. ત્યાંનું જ્ઞાનધ્યાનમય વાતાવરણ તેને ગમી ગયું. તે કેટલાક દિવસ ત્યાં રોકાઈ ગયો, પછી કૌશામ્બી તરફ પ્રયાણ કર્યું.
૦ ૦ ૦ સોમદેવના ગયા પછી, આચાર્યશ્રી વિજયસિંહે શિખીકુમારને કહ્યું : “વત્સ, સોમદેવે કહેલો, તારી માતાનો સંદેશો... તને કેમ લાગ્યો?”
‘ગુરુદેવ, મને લાગ્યું કે... તેના જીવનની ઉત્તરાવસ્થામાં તેનું હૃદયપરિવર્તન થયું છે. મારા પ્રત્યેનો રોષ ચાલ્યો ગયો છે.. ને તે મને ચાહવા લાગી છે... બની શકે ને આવું પરિવર્તન?'
બની શકે શિખી, પરંતુ જાલિનીનું હૃદય પરિવર્તન મને શક્ય નથી લાગતું!” શાથી આવું અનુમાન કર્યું આપે?” “સાંભળ, જો એનું હૃદય પરિવર્તન થયું હોત તો એ જરૂર મહામંત્રીની સાથે અહીં આવી હોત! નહોતી આવી. એટલું જ નહીં, મહામંત્રીએ એના જીવન-પરિવર્તનની, હૃદયપરિવર્તનની વાત પણ મને નથી કરી! તને કરી હતી?”
ના જી, પિતાજીએ માતા અંગે એક અક્ષર પણ ઉચ્ચાર્યો ન હતો.' “એનો અર્થ શું થાય?”
આપે કર્યો એ જ અર્થ થાય.. તો પછી આવો ભાવપૂર્ણ સંદેશો અને રત્નકંબલ શા માટે મોકલ્યાં?'
એ જ પ્રશ્ન છે. એ ગંભીરતાથી વિચારવાની વાત છે.” શિખીકુમાર ગહન વિચારમાં પડી ગયા. ગુરુદેવે કહ્યું : ‘શિખીકુમાર, આપણે કૌશાંબી નથી જવાનું!” શિખીકુમારે આચાર્યદેવની સામે જોયું...
હા, નથી જવાનું! તારા પિતાજીએ મને કૌશામ્બીમાં જ તારી માતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો હતો... તું ગર્ભાવસ્થામાં હતો ત્યારથી તારી માતા તને મારી નાંખવાના પ્રયત્નો કરતી આવી છે. એ તો તારો પ્રબળ પુણ્યોદય છે કે એ તને મારી શકી નથી. આવા વેરભાવને ધારણ કરનાર ગમે તે હોય, એના પર વિશ્વાસ ના કરાય. તારા પિતાજીએ મને કહેલું પણ ખરું કે, ‘શિખીને જો કોઈ ભય છે.. તો એની માતા તરફથી છે... આપ એની રક્ષા કરજો.'
“વત્સ, તું મારો પરમ વિનીત શિષ્ય તો છે જ, સાથે સાથે જિનશાસનનો મહાન પ્રભાવક છે. તું જિનશાસનની સંપત્તિ છે... તારી રક્ષા કરવી જ રહી. માટે તમે સહુ તમારા જ્ઞાન-ધ્યાનમાં લીન રહો.. હમણાં કૌશામ્બીને ભૂલી જાઓ.’
શિખીકુમારે ગુરુદેવને વંદન કરીને કહ્યું : “તહત્તિ!' ૪૭
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only