________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછો આવ્યો જ નથી કૌશામ્બીમાં અને કદાચ હું જીવું છું ત્યાં સુધી ના પણ આવી ના આવે તો હું એને મારી ના શકું! માટે તે અહીં આવવો તો જોઈએ જ.
હું મહામંત્રીને કહું કે “તમે શિખીકુમારને વિનંતી કરીને કૌશામ્બીમાં બોલાવી લાવો... હવે મને એના પ્રત્યે દ્વેષ નથી... હું એની ક્ષમા માગીશ..' તો મહામંત્રી માનશે? ના, ના, તેઓને હવે મારા પર વિશ્વાસ જ ક્યાં રહ્યો છે? જુઓને, એ શિખી પાસે જઈ આવ્યા, મને કહ્યું પણ નહીં કે તારે આવવું હોય તો ચાલ મારી સાથે... શિખી મુનિનાં દર્શન કરી આવીએ..' હવે હું ગમે તેટલું નાટક કરું શિખી પ્રત્યે સ્નેહ દેખાડું. બધાં જ સ્ત્રીચરિત્ર અજમાવું... છતાં વ્યર્થ જશે. મહામંત્રી શિખીકુમારને બોલાવવા નહીં જ જાય...
તો પછી ? હું એકલી તો જઈ ના શકું. મને મહામંત્રી જવા પણ ના દે.ના રે, હું એકલી ના જ જાઉં... જો કે જાઉં ને વિનંતી કરું... તો એ મારી વિનંતી જરૂર માને! કારણ કે મને એના પર દ્વેષ છે, પરંતુ એને મારા પર ભક્તિ છે! એ માતૃભક્ત છે. અને હું સામે ચાલીને જાઉં... ભક્તિભાવ દેખાડું... કરુણ રુદન કરું... ભૂલોને સ્વીકાર કરશે... પ્રાયશ્ચિત્ત માગું. તો એ જરૂર માનવાનો કે “મારી માતાના હૃદયનું પરિવર્તન થયું છે. એ રાજી થવાનો. મારી પ્રાર્થના સ્વીકારીને એ અહીં આવવાનો! પછી તો મને કામ પાર પાડતાં આવડે છે! નાટક તો કરવું પડે! મને આવડે છે નાટક કરતાં! પરંતુ મને મહામંત્રી જવા જ ના દે.. તો શું કરું?”
તેને એ દિવસે ચેન ના પડ્યું. રાત્રે ઊંઘ પણ ના આવી, મહામંત્રી એ એના તરફ દુર્લક્ષ્ય કર્યું. અલબત, તેઓ આચાર્યદેવને કૌશામ્બી પધારવા વિનંતી કરીને આવ્યા હતા. આચાર્યદેવે કોઈ નિશ્ચિત પ્રત્યુત્તર નહોતો આપ્યો. “કૌશાંબી આવવાની ભાવના રાખીશું.” એટલો જ ટૂંકો પ્રત્યુત્તર આપ્યો હતો. મહામંત્રીએ આ વાત જાલિનીને કરી ન હતી. કારણ કે જાલિની એ વાતના કેવા પ્રત્યાઘાત આપે, એ મહામંત્રી જાણતા હતા.
દિવસો પસાર થાય છે. જાલિની પોતાના મનમાં નિર્ણય કરે છે. ગમે તે ઉપાય કરીને શિખીને કૌશામ્બી બોલાવવો.” અને એક દિવસ તેને ઉપાય સૂઝી આવ્યો. તે રાજી થઈ ગઈ. તેને પોતાની યોજના પાર પડતી દેખાઈ.
તેણે પોતાના પિતાના એક મિત્ર સોમદેવની સાથે શિખીકુમારને એક સંદેશો મોકલવાનો નિર્ણય કર્યો. સોમદેવ કુશળ રાજનીતિજ્ઞ પુરુષ હતો. તેની વાણી મધુર હતી અને તે વ્યવહારદક્ષ હતો. જાલિની પ્રત્યે એને સદૂભાવ હતો. જાલિની તેના પર વિશ્વાસ મૂકી શકતી હતી. જાલિનીએ પિતૃગૃહે જઈને સોમદેવને બોલાવ્યો.
સોમદેવ, મારો એક સંદેશો અને એક મૂલ્યવાન રત્નકંબલ લઈને, જ્યાં શિખીકુમાર મુનિ વિચરતા હોય ત્યાં જવાનું છે, અને મારો સંદેશો આપવાનો છે. રત્નકંબલ ભેટ કરવાની છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
છે
For Private And Personal Use Only