________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સાપને દૂધ પિવડાવવું હોય તો ભલે, પિવડાવો.. એ દૂધ ઝેર જ બનવાનું છે... અને એ સાપ આપને જ ડંખ મારવાનો છે... માટે જે કંઈ કરો તે ગંભીરતાથી વિચારીને કરજો.’
બીજી બધી વાતો કરીને મહારાજા ચાલ્યા ગયા...
બધાનો વિરોધ હોવા છતાં સિંહરાજાએ આનંદને “યુવરાજ' બનાવ્યો. યુવરાજ બન્યા પછી એ વધારે ઉદ્ધત અને મદાંધ બન્યો. રાજ્યના મોટા મોટા માણસોનું અપમાન કરવા લાગ્યો. પ્રજાને રંજાડવા લાગ્યો... અને મહારાજાને રાજસભામાં પણ અપમાનિત કરવા લાગ્યો. એને કોઈ કંઈ કહી શકતું નથી, કોઈ એની સાથે વાત કરતું નથી.
કુસુમાવલી મહારાજાના થતાં અનાદરથી મનમાં ને મનમાં સમસમીને બેસી રહે છે. “જેવી ભવિતવ્યતા...!' કહીને વિચારીને મનનું સમાધાન કરે છે.
૦
૦. એક દિવસ રાજસભામાં રાજ્યના ગુપ્તચરોએ આવીને મહારાજાને નિવેદન કર્યું : “મહારાજા, સામંત રાજા દુર્મતિ કે જે આપણા રાજ્યના સીમાડા પાસેના રાજ્યનો રાજા છે, તે આપણા રાજ્યનાં ગામોને રંજાડે છે. એને પોતાના સૈન્યનો ગર્વ છે, એને પોતાની શક્તિનો મદ છે...'
એની સાન ઠેકાણે લાવવી પડશે. મહાસેનાપતિ જયપાલ, દુર્મતિનો નિગ્રહ કરવા કાં તો તમે સેના સાથે જાઓ, અથવા ઉપ-સેનાપતિ વીરેન્દ્રને સેના સાથે મોકલો.'
ઉપસેનાપતિ વીરેન્દ્ર થોડી સેના સાથે દુર્મતિના કિલ્લા તરફ પ્રયાણ કર્યું. દુર્મતિને સમાચાર મળ્યા કે વીરેન્દ્ર સેના સાથે ચઢી આવે છે. તે પોતાની સેના સાથે સજ્જ થઈને પોતાની સરહદ પાસે ઊભો રહ્યો.
વીરેન્દ્ર દુર્મતિની વિશાળ સેના જોઈ. તેને પોતાની ધારણા ખોટી લાગી. એના સૈન્ય કરતા દુર્મતિનું સૈન્ય પાંચગણું હતું...
યુદ્ધ થયું. યુદ્ધમાં વીરેન્દ્રની હાર થઈ.
મહારાજાને પોતાની સેનાની હાર થયાના સમાચાર મળ્યા. તરત જ તેમણે સેનાપતિ જયપાલને આજ્ઞા કરી : “આપણી વિશાળ સેના તૈયાર કરો. હું પોતે યુદ્ધ માટે જઈશ.’
જયપાલે કહ્યું : “મહારાજા, આપને દુર્મતિ જેવા સામંત રાજાની સાથે યુદ્ધ કરવા જવાની જરૂર નથી.હું જાઉં છું.'
સેનાપતિ, તમારે મારી સાથે આવવાનું છે. આવતી કાલે જ આપણે પ્રયાણ
કરીશું.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only