________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશાળ સેના સાથે મહારાજાએ પ્રયાણ કર્યું.
મહારાજાએ પ્રયાણ કર્યું, એ પૂર્વે યુવરાજ આનંદે, પોતાના વિશ્વાસુ ચાર સૈનિકો સાથે ગુપ્ત રીતે પ્રયાણ કરી દીધું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને, થોડા જ દિવસોની દડમજલના અંતે તે સામંત રાજા દુર્મતિની છાવણીમાં પહોંચી ગયો હતો. છાવણીમાં પ્રવેશ કરતાં જ દુર્મતિના સૈનિકોએ એ પાંચને પકડી લીધા અને દુર્મતિની સમક્ષ ખડા કરી દીધા.
‘કોણ છો તમે?’
‘મિત્ર છીએ... મિત્રતા બાંધવા આવ્યા છીએ.'
‘પ્રયોજન?’
પ્રયોજનની જાણ પછી થશે. પહેલાં મૈત્રીનો હાથ લાંબો કરો...'
‘પણ તમારો પરિચય ?'
જયપુરનો યુવરાજ આનંદ!’
‘ઓહ... મહારાજા સિંહનો કુમાર આનંદ?’
‘હા...’
દુર્મતિને પહેલાં આશ્ચર્ય થયું, પછી કોઈ ખટપટની ગંધ આવી, તેણે પૂછ્યું : ‘રાજન, તમારું દુ:સાહસ તમને ભારે પડશે. મહારાજા તમને જીવતા પકડશે... કારાવાસમાં ધકેલી દેશે... ને તમારું રાજ્ય, જયપુરના રાજ્યમાં વિલીન થઈ જશે... તમે ગંભીરતાથી વિચારો...'
‘તમારી વાત વિચારવા જેવી લાગે છે....
'જીવતા રહેશો, તો ભવિષ્યમાં વિશેષ સંપત્તિ પામશો. માટે તમને મારી સલાહ છે કે તમે મહારાજાની સામે જઈને શરણાગતિ સ્વીકારી લો... મહારાજા કૃપાવંત છે. તમારા અપરાધની ક્ષમા આપશે...’
322
‘પણ તમે મારા માટે આટલું બધું કેમ વિચારો છો?'
‘મારે તમારી દોસ્તી જોઈએ છે માટે!
‘દોસ્તી શા માટે?'
‘તમે નિર્ભયતાથી જયપુરમાં આવી શકો... આપણે સાથે બેસીને, આપણાં બંને રાજ્યોને સમૃદ્ધ કરવાની યોજના બનાવીએ... એક-બીજાને સહાયક બનીએ!'
દુર્મતિને દુર્મતિ મળ્યો! આનંદની વાત દુર્મતિને ગમી ગઈ. જડ બુદ્ધિનો દુર્મતિ, આનંદની ચાલમાં ફસાયો. દુર્મતિએ મહારાજાની શરણાગતિ સ્વીકા૨વાનું કબૂલ કરી લીધું. આનંદ બીજા રસ્તેથી જયપુર પહોંચી ગયો.
For Private And Personal Use Only
ભાગ-૧ “ ભવ બીજો