________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સિંહ, વિશાળ સેના સાથે આગળ વધે જતા હતા. વચ્ચે વચ્ચે સેનાના પડાવ પડતા હતા. ચોથો પડાવ સિંધુ નદીના કિનારા પર પડ્યો.
મહારાજાનો હાથી સિંધુના કિનારે-કિનારે ચાલ્યો જતો હતો. મહારાજાની દૃષ્ટિ સિંધુના ઊછળતા તરંગો તરફ હતી. ત્યાં કિનારાથી થોડે દૂર માણસોનું ટોળું ઊભેલું જોયું. મહારાજાનો હાથી એ તરફ વળ્યો. હાથી ઉપરથી મહારાજાએ એક ગજબનું ભયાનક દૃશ્ય જોયું.
એક મોટો... જાડો... અને લાલ અંગાર જેવી આંખોવાળો અજગર, કુર૨' નામના ખૂનખાર પ્રાણીને, પાછળના ભાગેથી પકડીને ગળી જવા પ્રયત્ન કરતો હતો. કુર૨ પ્રાણી એક ઘરડા સાપને પકડીને ગળી જવા પ્રયત્ન કરતો હતો. એ વૃદ્ધ સાપે એક મોટા દેડકાને પકડ્યો હતો. દેડકો ચીસો પાડતો હતો.'
રાજાએ “મસ્યગલાગલ” ન્યાયની વાત સાંભળેલી હતી, આજે પ્રત્યક્ષ એ દશ્ય જોયું... તરત મનમાં વિચાર આવ્યો કે દેડકાને બચાવું.. સાપને બચાવું.. પણ હવે શક્ય નથી. લગભગ પતી જવા આવ્યું છે... કોઈ એક-બીજાને છોડતા નથી. જે સ્વયં ગણાય છે. તે બીજાને ગળી જવાની ચેષ્ટા કરે છે!'
રાજાને કમકમી આવી ગઈ. તેમણે હાથીને આગળ ચલાવ્યો. જ્યાં પડાવ હતો સૈન્યનો, ત્યાં પહોંચ્યા. દૈનિક કાર્યોમાં વ્યસ્ત રહ્યા. રાત પડી અને નિદ્રાધીન થયા.
મધ્યરાત્રિમાં મહારાજા જાગી ગયા. તેમની કલ્પનામાં પેલું દૃશ્ય સાકાર થયું. અજગર.... કુરર... સર્પ. દેડકો...! ચિંતનનું ચક્ર ગતિશીલ થયું : દેડકા જેવા નિર્બળ લોકોને સાપ જેવા સબળ લોકો ગળી જાય છે. અર્થાત્ ત્રાસ આપે છે. તેમને વળી એમનાથી સબળ કુરર જેવા લોકો ત્રાસ આપે છે... અને એમને એમનાથી વધારે બળવાન અજગર જેવા લોકો ગળી જાય છે. અને અજગર જેવા લોકોને મોત મળી જાય છે... આ છે સંસાર! આ છે દુનિયા...
આવી દુનિયામાં હવે વૈષયિક સખો ભોગવવાં – તે સાચે જ અજ્ઞાનતા છે. અને આ રાજ્ય? મિથ્યાભિમાનનો વિકાર છે... વિકાર... આ મિથ્યાભિમાન સર્વ દુઃખોનું બીજ છે. કારણ કે રાજ્ય એટલે પાતાળ કૂવો! ક્યારેય એને પૂર્ણ કરી શકાય નહીં. રાજ્યનો ગમે તેટલો વિસ્તાર કરવામાં આવે છતાં ઇચ્છા અપૂર્ણ જ રહે છે...
અનેક ખટપટ અને કાવાદાવા સિવાય બીજું શું છે રાજ્યમાં? “હું રાજા છું!' આ મિથ્યાભિમાન સિવાય કંઈ નથી. ભલે વૈષયિક સુખો ભોગવાય. પરંતુ પરિણામ શું? દુર્ગતિ જ ને?'
જેમ વેશ્યા માત્ર ધનને પ્રિય ગણે છે તેમ રાજ્યો વૈભવને જ ચાહે છે. રાફડામાં જેમ અનેક સર્પ હોય છે તેમ રાજ્યમાં ઘણા બધા ભયંકર પુરુષો હોય છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
33
For Private And Personal Use Only