________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપના કરંડિયાને જેમ સાવધાનીથી રાખવો પડે છે, તેમ રાજ્યને સાવધાનીથી જાળવવું પડે છે.
જેમ વેશ્યાના યૌવનની ઘણા લોકો અભિલાષા રાખે છે તેમ રાજ્યની અનેક લોકો સ્પૃહા રાખે છે..
ખરેખર, પરલોકની ધર્મ આરાધનામાં રાજ્ય મોટું વિઘ્ન છે.. મારે વહેલામાં વહેલી તકે રાજયનો ત્યાગ કરવો જોઈએ... મારું મન સંસારના સર્વ વિષયો પ્રત્યે વિરક્ત બન્યું છે.
પરંતુ અત્યારે હું યુદ્ધ કરવા નીકળ્યો છું. રસ્તામાંથી પાછા વળી જાઉં, તો ઉચિત નહીં ગણાય, પ્રજાની રક્ષા માટે મારે દુર્મતિને જીતવો તો પડશે જ. તેને જીતીને પછી હું જયપુર જઈશ. અને સાધુધર્મ સ્વીકારવાની પૂર્વતૈયારી કરીશ..”
ધર્મચિંતન કરતાં કરતાં રાત પૂરી થઈ ગઈ. પૂર્વ દિશામાં અરુણોદય થયો... મહારાજા પોતાનાં પ્રાભાતિક કાર્યોમાં પરોવાયા.
મંત્રીમંડળ સાથે યુદ્ધ અંગેની ચર્ચા ચાલતી જ હતી, ત્યાં સશસ્ત્ર સ્ત્રી-સૈનિકે આવીને મહારાજાને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું :
“મહારાજા, સામંત રાજા દુર્મતિ છાવણીના દ્વારે આવીને ઊભા છે. તેમણે પોતાના ગળા ઉપર કુહાડો બાંધેલો છે. તેમની સાથે પાંચ પુરુષ છે. તે કહે છે કે, મહારાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. મારે મહારાજાનાં દર્શન કરવાં છે...” હવે આપ આજ્ઞા કરો તેમ કરીએ.'
મહારાજાએ મહામંત્રી સુમતિસાગર સામે જોયું. મહામંત્રી મહારાજાના અભિપ્રાયને જાણતા હતા, તેમણે કહ્યું : “તે ભલે આવે...”
દુર્મતિએ તંબૂમાં પ્રવેશ કરતાની સાથે જ મહારાજાને કહ્યું : “આ મારું માથું.... ને આ કુહાડો..’ તે મહારાજાના પગમાં આળોટી પડ્યો.
“બસ થયું દુર્મતિ, તને અભય છે... તું શરણે આવ્યો છે. શરણે આવેલાને અભય જ અપાય. હવેથી ક્યારેય પણ તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે....”
નહીં કરું મહારાજા... પ્રતિજ્ઞા કરું છું...” સિંહરાજાએ દુર્મતિનો વિશિષ્ટ સત્કાર કર્યો. તેને વિદાય આપી, પોતે જયપુર તરફ પાછા ફર્યા.
એક ચેક ચક્ર
૩૨૪
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only