________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સિંહે જયપુર આવીને સર્વપ્રથમ મંત્રીમંડળને આમંત્રિત કર્યું. મહારાજાએ વાર્તાનો પ્રારંભ કર્યો :
'યુદ્ધ કર્યા વિના પ્રયોજન સિદ્ધ થઈ ગયું... ઘોર હિંસા થતી અટકી ગઈ... પરંતુ આ ઘટનાની આસપાસ અને માર્ગમાં જોયેલું ‘મત્સ્યગલાગલ'નું દૃશ્ય તેના વિષયમાં મને ઘણા ઘણા વિચારો આવ્યા. ‘શા માટે સામંતરાજા દુર્મતિએ ઉત્પાત મચાવેલો? રાજ્યના વિસ્તારની સ્પૃહાએ એને ઉત્પાત મચાવવા પ્રેરિત કર્યો... આ સંસારમાં આવા ઉત્પાતો ચાલતા રહે છે... જીવો આવાં બધાં કુકર્મો કરીને, મૃત્યુ પામીને, દુર્ગતિમાં ચાલ્યા જતાં હોય છે.
વૈષયિક સુખો હલાહલ વિષ જેવાં છે... લાખો વર્ષ એ સુખો ભોગવ્યાં... કેટલું ઝેર આત્મામાં ભેગું થયું હશે? એ ઝેરના પ્રભાવથી આત્માને મુક્ત કરવાનો એક જ ઉપાય છે, અને તે સાધુધર્મ છે. હું સાધુધર્મ અંગીકાર કરવા ચાહું છું.
* મને હવે રાજ્યની સ્પૃહા નથી.
* વિષયોમાં આસક્તિ નથી.
♦ કોઈ જીવ પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી.
* દુનિયા સાથે મારે કંઈ લેવા-દેવા નથી.
એક જ કામ કરવાનું બાકી છે, યુવરાજ આનંદનો રાજ્યાભિષેક, તે કરીને હું સાધર્મ અંગીકાર કરીશ.’
મહારાજાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું. મંત્રીમંડળ સ્તબ્ધ થઈ ગયું. કોઈનેય આવી કલ્પના ન હતી. રાજ્ય ત્યાગનો અને સાધુધર્મનો આટલો ઝડપી નિર્ણય મહારાજા લેશે - એનો કોઈ સંકેત જોવા મળ્યો ન હતો.
મહામંત્રી ઊભા થયા. મહારાજાને પ્રણામ કરી તેમને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું :
‘અસંખ્ય વર્ષોથી જયપુરની રાજપરંપરા આ જ રીતે ચાલી આવી છે. રાજકુમાર યોગ્ય ઉંમરમાં આવે એટલે એનો રાજ્યાભિષેક કરી, રાજા-રાણી ચારિત્રના માર્ગે જાય, એટલે મહારાજાનો નિર્ણય તો યોગ્ય જ છે. વળી મહારાજા અને મહારાણી તો ગુરુદેવશ્રી ધર્મઘોષસૂરિજી પાસેથી જિનધર્મને પામેલા છે. તેમના આત્માના પ્રદેશે-પ્રદેશે જિનધર્મ પરિણત થયેલો છે. તેઓના વિચારોમાં ધર્મ છે, તેઓના આચારોમાં ધર્મ છે... એટલે સર્વત્યાગમય સાધુધર્મનો સ્વીકાર કરવાની ભાવના તેમના હૃદયમાં જાગે જ.’
‘મહારાજા, અમે આપના શ્રેયોમાર્ગની આડે નહીં આવીએ. અમે મંગલ કામનાઓ કરીએ છીએ કે આપનો શ્રેયોમાર્ગ નિર્વિઘ્ન હો.' મહામંત્રીનો સ્વર ભીનો થઈ ગયો હતો. ઉપસ્થિત મંત્રીઓ પણ ઉદાસ થઈ ગયા હતા.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૩૫