________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનામાં હજી જોઈએ તેવી પરિપક્વતા મને નથી દેખાતી. તેઓ રાજનીતિમાં અને પ્રજા સાથેના વ્યવહારમાં પરિપક્વ બનવા જોઈએ. પદને અનુરૂપ યોગ્યતા નથી હોતી તો એ વ્યક્તિનો દુનિયામાં ઉપહાસ થાય છે. માટે મારી આપને વિનંતી છે કે આપ આ અંગે પુનર્વિચાર કરો.”
મહામંત્રી બેસી ગયા. મહારાજાએ સેનાપતિ જયપાલ સામે જોયું. જયપાલ ઊભા થયા, તેમણે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું : “મહારાજા, મને કુમારમાં “યુવરાજ' બનવાની.. કે ભવિષ્યમાં રાજા બનવાની યોગ્યતા જણાતી નથી. આપ નારાજ ના થશો મહારાજા, કુમારમાં જે વિશિષ્ટ ગુણો હોવા જોઈએ. તેમાંનો એકેય ગુણ મને એમનામાં દેખાતો નથી. વિશેષ શું કહું?”
નગરશ્રેષ્ઠી ધનપાલે ઊભા થઈને મહારાજાને પ્રણામ કરી નિવેદન કર્યું : “મહારાજા, હું જાણું છું કે કુમાર ઉપર આપનો અનન્ય રાગ છે. એટલે કુમારની વિરુદ્ધ અભિપ્રાય આપવાથી આપનું હૃદય દુભાવાનું છે, પરંતુ આપે અમને બોલાવીને અભિપ્રાય પૂછયો છે એટલે ના છૂટકે કહેવું પડે છે કે તેઓ યુવરાજ-પદને યોગ્ય નથી તે છતાં આપ તેમને યુવરાજ-પદે સ્થાપિત કરશો તો અમે એમને પદોચિત ગૌરવ આપીશું જ, એમાં આપ નિશ્ચિત રહેજો.”
દંડનાયક સુધીરે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો: “મહારાજા, કુમારને યુવરાજ બનાવીને, એમની ઉદ્ધતાઈને પોષવાનું મને જરાય ઉચિત લાગતું નથી.”
મહારાજા વિચારમાં પડી ગયા. તેમનું મન ખિન્ન થઈ ગયું. તેઓ કંઈ જ બોલ્યા નહીં. મંત્રણાખંડમાં મૌન છવાયું. મહામંત્રીએ મનનો ભંગ કરતા કહ્યું : “મહારાજા, આપ વિચાર કરજો.... છેવટે આપનો નિર્ણય અમને બધાને માન્ય રહેશે.”
મહારાજાએ કહ્યું : “પુન હું તમને બોલાવીશ, અને મારો નિર્ણય જણાવીશ. અત્યારે તમે સહુ જઈ શકો છો.'
સહુ પોત-પોતાને સ્થાને ચાલ્યા ગયા. મહારાજા રાણી કુસુમાવલીના શયનખંડ તરફ ગયા.
કુસુમાવલીએ મહારાજાનું સ્વાગત કર્યું. મહારાજાએ સિંહાસન પર બેસીને કહ્યું : દેવી, એક બાબતમાં મારે તમારો અભિપ્રાય જાણવો છે... પણ તમે દુઃખી ના થાઓ, તો જ પૂછવું છે.'
નાથ, આપના તરફ દુઃખી થવાનું કોઈ કારણ નથી.” એવું કારણ છે... માટે કહું છું.”
પૂછવું અનિવાર્ય હોય તો પૂછો. મારા દુઃખની ચિંતા ના કરો.” મહારાજાએ થોડી ક્ષણ વિચાર કર્યો...
કુમાર આનંદને યુવરાજપદ આપવા ઇચ્છું છું... તમારો જે અભિપ્રાય હોય તે કહો.'
3ર0
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only