________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓ હો! તો તો શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું હશે?” “ખરેખર, એવું જ શરીર બની ગયું છે, પરંતુ એ મહાત્માને શરીર પર મમત્વ જ ક્યાં છે? શરીર પ્રત્યે નિઃસ્પૃહ બની ગયેલા એ મહાત્માનો સમતાભાવ પણ ગજબનો છે! એમના મુખ પર કેવો ઉપશમ ભાવ ઝળકે છે. એમનું કદરૂપું શરીર કદરૂપું નથી લાગતું...”
કંઈક વિચારીને રાણીએ કહ્યું : “વસંતપુરમાં એ મહાત્માનું બહુ જ માન-સન્માન હશે...?' | ‘વસંતપુરમાં જ નહીં, આસપાસનાં સેંકડો ગામોમાં એમના પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન છે. હજારો લોકો એમનાં દર્શન કરવા તપોવનમાં આવે છે. દેવી, પાંચ દિવસ પછી એમનું પારણું આવશે. દિવસ બરાબર યાદ રાખજો. ભૂલ ન થઈ જાય તે માટે આપણે જાગ્રત રહેવાનું છે. મહાત્માને પારણું કરાવવાનું મહાન પુણ્ય ઉપાર્જન કરવાનું છે.'
અગ્નિશર્માની તપશ્ચર્યા કરતાં પણ તેના ગુણોથી રાજા ગુણર્સન અત્યધિક પ્રભાવિત થયા હતા. અગ્નિશમના સૌજન્યસભર અને જ્ઞાનપૂર્ણ વ્યવહારથી ગુણસેનનું હૃદય અગ્નિશર્મા પર ઓવારી ગયું હતું.
સંધ્યાકાલીન ભોજન સુધી રાજા-રાણી અગ્નિશર્માની જ ચર્ચા કરતા રહ્યાં. અગ્નિશર્માના ગુણો ગાતાં રહ્યાં.
અગ્નિશમ!
ભલે એ તાપસ હતો, લાખો વર્ષોની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી એણે; પરંતુ એનેય હૃદય હતું. માનવીનું હૃદય હતું. લાખો વર્ષો પૂર્વે જેના ઘોર ત્રાસથી થાકીને.. કંટાળીને... નગર છોડીને અડધી રાતે ભાગ્યો હતો... અને દિવસો સુધી જેના કારણે ફફડતો રહ્યો હતો... તે રાજ કુમારને રાજાના રૂપમાં પોતાની જ સામે બેઠેલો જય... ઓળખ્યો. અને રાજાએ સ્વયં જે રીતે પોતાની ઓળખાણ આપી, તેથી ગુણસેન પ્રત્યે તેના હૃદયમાં સહાનુભૂતિ જાગી હતી. અલબત્ત, પહેલાં પણ એના મનમાં ગુણસેન પ્રત્યે દ્વેષભાવ તો જાયો જ ન હતો. તેણે પોતાના મનનું સમાધાન કરી લીધું હતું. મેં પૂર્વજન્મમાં ધર્મ નથી કરેલો, માટે જ આ જન્મમાં મારો આવો કૂર પરિહાસ થાય છે. માટે હું હવે ધર્મનો જ પુરુષાર્થ કરું.
આજે અગ્નિશર્માનું મન ગુણસેનના વિચારોમાં પ્રવૃત્ત બની ગયું હતું. ‘તરુણ અવસ્થામાં, યુવાનીના કાળમાં ભલે એણે ભૂલો કરી, પરંતુ એ કાળમાં કોણ ભૂલ નથી કરતું? યૌવનનો અંધકાર સો-સો સૂર્યના પ્રકાશથી પણ ભેદાય નહીં તેવો દુર્ભેદ્ય હોય છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only