________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો તો એ આપના પર રોષે ભરાયા હશે?”
ના, ના, એ મહાનુભાવે તો મને એનો “કલ્યાણમિત્ર' માન્યો છે. મેં કરેલા પરાભવને, આપેલા ત્રાસને એ વૈરાગ્યનું કારણ માને છે. અને દેવી, શું એનાં પ્રિય વચનો છે! એણે મારા બધા અપરાધોની ક્ષમા આપી દીધી... એટલે હું ઘણી હળવાશ અનુભવું છું. અને મારાં એ તરુણ અવસ્થાનાં અકાર્યોથી કડવાશ અનુભવું છું.”
પરંતુ નાથ, એ મહાત્માના મનમાં કડવાશ નથી રહી, પછી આપે શા માટે કડવાશ રાખવી જોઈએ. ?”
‘તેઓ તો ક્ષમા આપીને હળવા થઈ ગયા, તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરીને તેમણે તો જીવનનું સાફલ્ય મેળવી લીધું, પરંતુ મેં કરેલાં પાપોથી મારું શું થશે? એ પાપોથી મારી મુક્તિ કેવી રીતે થશે? મને આ વાત સતાવી રહી છે.. લાખો વર્ષ પૂર્વેની એ બધી વાતો જ્યારથી યાદ આવી છે... દેવી, હું અતિ વ્યથિત છું.'
પરંતુ આપે એ મહાત્માની ક્ષમા માંગી લીધી ને? અપરાધોની ક્ષમા માંગીને આપ એ પાપથી છૂટી ગયા ને?”
એમ શી રીતે છુટાય?”
છૂટવાનો ઉપાય કાલે કુલપતિને પૂછી લેજો ને! કાલે એ સહુ આપણા મહેલે પધારવાના છે ને?”
“સાચી વાત છે દેવી. કાલે કુલપતિને પૂછી લઈશ, પરંતુ આવતી કાલે એ મહાત્માઓની ભક્તિ-પૂજામાં અને આદર-સત્કારમાં કોઈ ખામી ન રહેવી જોઈએ!”
સ્વામીનાથ, કોઈ ખામી નહીં રહે, હું જાતે જ ઊભી રહીને બધી તૈયારીઓ કરાવીશ. તેઓ આવશે ત્યારે એમની ભક્તિ ઉપર પૂરું ધ્યાન આપીશ.”
આવા સંસારત્યાગી જ્ઞાની અને તપસ્વી મહાત્માઓની સેવા-ભક્તિ કરવા માટે, અરણ્યવાસી બનેલા પિતાજી મને વારંવાર પ્રેરણા આપતા હતા.”
“અને અરણ્યવાસમાં રહેલાં આપનાં માતાએ પણ મને સંતસેવા માટે પ્રેરણા આપી હતી.'
‘દેવી, વિશેષ કરીને પાંચ દિવસ પછી મહાતપસ્વી અગ્નિશર્મા આપણે ત્યાં પારણા માટે પધારશે ત્યારે ખૂબ કાળજી રાખવી પડશે. કારણ કે તેમને પહેલા જ ઘરમાં પારણું કરવાની પ્રતિજ્ઞા છે. જો પહેલા ઘરમાં પારણું નથી થતું સંયોગવશ, તો તેઓ બીજા ઘરમાં જઈને પારણું નથી કરતા. બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દે
‘બહુ આકરી પ્રતિજ્ઞા કહેવાય...”
‘ઘણી જ આકરી પ્રતિજ્ઞા છે. અને આ રીતે તે મહાપુરુષે લાખો માસખમણની તપશ્ચર્યા કરી છે!'
ઉર
ભાગ-૧ # ભવ પહેલો
For Private And Personal Use Only