________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યાં, અને તોવનનાં કાર્યો માટે અગિયાર સહસ્ત્ર સ્વર્ણમુદ્રાઓ ભેટ કરી. પૂજા-ભક્તિ કરીને, રાજાએ પુનઃ કુલપતિને પ્રાર્થના કરી :
‘ભગવન્, આવતી કાલે મારું આંગણું પાવન કરજો. સાથે એ મહાતપસ્વી અગ્નિશર્મા સિવાયના સર્વ તાપસોને લઈને પધારજો.'
‘રાજન, તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરેલો જ છે.’
‘મહાત્મનું, એક વાત ક૨વાની ભૂલી ગયો... મહાતપસ્વી અગ્નિશર્માને પાંચ દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવે છે. મેં તેમને મારા ઘેર પારણું કરવા પધારવા માટે વિનંતિ કરી છે. તેમણે મારા પર અનહદ કૃપા કરીને, મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે.
‘રાજન, તમે પુણ્યશાળી છો. એ તપસ્વી પારણાના દિવસે તમારા રાજમહેલે આવી જશે. એની પ્રતિજ્ઞાને યાદ રાખજો.'
કુલપતિ આર્ય કૌડિન્યે પ્રસન્ન મુર્ખ રાજા-રાણીને આશીર્વાદ આપીને વિદાય આપી. રાજા-રાણી રથમાં બેઠાં અને પરિવાર સાથે તેઓ નગર તરફ ઊપડી ગયાં.
રાજમહેલે પહોંચ્યાં ત્યારે બીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. ભોજનાદિથી નિવૃત્ત થઈ રાજાએ વિશ્રામ કર્યો... પરંતુ તેમને ઊંઘ આવી નહીં. વારં વાર તે ઊંડા વિચારોમાં ડૂબી જવા લાગ્યા. મહારાણી વસંતસેનાએ જાણી લીધું : આજે મહારાજા અસ્વસ્થ છે... કોઈ ગંભીર વિચારમાં છે...
રાણી આવીને રાજાના પલંગની પાસે રહેલા ભદ્રાસન પર બેઠી, રાજાએ રાણીને પાસે બેઠેલી જોઈ. બંનેની આંખો મળી, રાણીએ મૌન તોડ્યું :
‘સ્વામીનાથ, આજે આપ કોઈ ગંભીર વિચારમાં છો... શું હું જાણી શકું એ વિચારને?’
ગુણર્સન પલંગમાં બેસી ગયા. તેમણે કહ્યું : ‘દેવી, હું જ સમજી શકતો નથી કે મને શું થાય છે? તરુણ અવસ્થામાં હું કેવો ઉદ્ધૃત, ક્રૂર... અને પરપીડનમાં રાચનારો હતો... એ કદરૂપા અગ્નિશર્માને મેં અને મારા મિત્રોએ કેવું ઘોર દુઃખ આપ્યું હતું... કેવી એની ઘોર કદર્થના કરી હતી... એ બધી દુઃખદ વાર્તા આજે સ્મૃતિમાં ઊભરાઈ આવી...'
‘કેવી રીતે નાથ?'
‘તપોવનમાં એ અગ્નિશર્મા બીજા જ સ્વરૂપે આજે મળી ગયો! મહાન તપસ્વીના રૂપે... મહાન તાપસના રૂપે...'
‘લાખો વર્ષોની કાળ-માટી નીચે એ બધી વાતો દટાઈ ગઈ હતી... આજે એ મહાત્માએ મારું નામ લીધું... મેં એને ઓળખી લીધો... મારી ઓળખાણ મેં એને આપી....
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૩૧