________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
39
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂવા બહુ ઊંડો ન હતો, પહોળો હતો, કૂવામાં પાણી હતું. કૂવો વપરાતો હોય, એમ મને લાગ્યું. પરંતુ કૂવાની ભીંતો બાંધેલી ન હતી. એટલે અંદર પાણીના મારથી બખોલો પડી ગઈ હતી. ક્યાંક ભીંતોમાં ઘાસ ઊગેલું હતું. કૂવાની પાળ ઈંટોથી બાંધેલી હતી. એટલે પાણી કાઢનારને કૂવામાં ધસી પડવાનો ભય ના ૨હે.
હું કૂવામાં પડ્યો કે સીધો જ પાણીમાં પડ્યો. મોટો ધબાકો થયો... ધબાકો થતાં જ મેં 'નમો અરિહંતાf’ નો ગભરાટ ભરેલો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે આ અવાજ માર્ગો પરિચિત છે... મને મારી પત્ની ચન્દ્રકાન્તાના જેવો અવાજ લાગ્યો.
પાણીમાં હું તરતો હતો. મને તરતાં આવડતું હતું. અવાજની દિશામાં મેં જવાબ આપ્યો. કૂવામાં અંધારું હતું એટલે બધું સ્પષ્ટ તો દેખાતું ન હતું.
‘જિન શાસનના આરાધકને અભય છે! અભય છે!’
સામેની ભીંતમાં પડેલી બખોલમાંથી જવાબ આવ્યો : ‘અરે સ્વામીનાથ, તમે છો? અહીં આવો... સામે તરતા આવો... હું આ ભીંતની બખોલમાં છું... હું તમારી પ્રિયા ચન્દ્રકાન્તા છું...’
હું તરત જ તરીને એ બખોલ પાસે પહોંચ્યો, એણે મારો એક હાથ પકડચો. બીજો હાથ મેં બખોલના આગળના ભાગ ઉપર ટેકવ્યો અને હું બખોલમાં ચઢી ગયો. અંધારામાં અમે એકબીજાને અસ્પષ્ટપણે જોઈ શકતાં હતાં, જેવો હું બખોલમાં દાખલ થયો. હું બેસી ગયો. ઊભા રહેવાય એવું તો હતું જ નહીં. ચંદ્રકાન્તા મને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
મેં એને પૂછ્યું : ‘રો નહીં ચન્દ્રા, બધાં સુખ-દુઃખ આપણાં કર્મોને આધીન હોય છે. પણ મને તું કહે કે તું આ કૂવામાં કેવી રીતે પડી? મારી વાત હું તને પછી કહું છું.'
એનું રોવાનું બંધ થયું. એણે પોતાના કોરા વસ્ત્રથી મારું ભીનું શરીર લૂછ્યું. અને આપવીતી કહેવાની શરૂ કરી.
તમે સહુ રજતપુર ગયા... મધ્યાહ્ન કાળ પછી સેંકડો શસ્ત્રધારી ભીલો આપણા નગર પર ધસી આવ્યા. તેમણે લૂંટ-ફાટ ચાલુ કરી. જેમણે તેમનો સામનો કર્યો તેમને માર્યા. તેમનાં ઘર સળગાવ્યાં, મને લાગતું જ હતું કે તેઓ આપણી હવેલી લૂંટવા આવશે. તેઓ આવ્યા. મેં તેમને સોનું... ચાંદી અને મારાં ઘરેણાંનો ડબ્બો આપી દીધો. તેઓ એ બધું લઈને ગયા... મને હાશ થઈ. પૈસા જાય તો ભલે જાય, મારું શીલ તો અખંડ રહ્યું! પરંતુ એકાદ ઘટિકા પછી બે ભીલ આવ્યા. મને કહ્યું : ‘ચાલ, ઘોડા ઉપર બેસી જા. અમે તને અમારા ગામ લઈ જઈશું.' હું રોવા લાગી. મેં
૪૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only