________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું : ‘તમારે મારી આખી હવેલી ઉપાડી જવી હોય તો ઉપાડી જાઓ, પણ મને ના લઈ જાઓ... અને હું કોઈપણ ભોગે તમારી સાથે નહીં આવું..”
ત્યારે સરદાર જેવા લાગતા ભીલે કહ્યું : “અરે સ્ત્રી, તું જિદ્દ ના કર. અમે તને લઈ જઈશું. પરંતુ તારો શીલભંગ નહીં કરીએ. તારા શરીરને નહીં અડીએ... તારો પતિ આવીને તેને છોડાવી જશે... એટલે તને છોડી દઈશું. અમે તારા બદલામાં પૈસા તારા પતિ પાસેથી લઈશું...”
મેં કહ્યું : “સોનું... ચાંદી ઘરેણાં વગેરે બધી જ સંપત્તિ મેં તમને આપી દીધી છે. હવે મારા પતિ મને છોડાવવા પૈસા ક્યાંથી આપશે?”
‘એ કંઈ પણ અમે ના જાણીએ. ગમે ત્યાંથી લાવે પૈસા, જો એને એની પત્ની જોઈતી હશે તો.' એ ભીલ મારી નજીક આવ્યો. મને લાગ્યું કે જો હું સીધી રીતે નહીં માનું તો એ મને ઉપાડીને ઘોડા પર નાંખશે અને દોરડાથી બાંધશે.” એટલે હું પોતે જ એના ઘોડા પાસે ગઈ અને ઘોડા ઉપર બેસી ગઈ. એ મારી આગળ ઘોડા ઉપર બેઠો અને ઘોડો દોડાવી મૂક્યો. તેણે માર્ગમાં પોતાના સાથીદારને બૂમો પાડીને કહ્યું : “લૂંટેલો માલ લઈને તરત જ નગરમાંથી બહાર નીકળી જાઓ... બધા મારી પાછળ આવો...'
અમે નગરની બહાર આવ્યાં. જલદી જલદી ભીલોનાં ટોળાં આવવા લાગ્યાં. દરેકના માથા પર લૂંટેલા માલનું એક-એક પોટલું હતું. દરેકના હાથમાં ભાલા હતા. ખભે તીર-કામઠાં હતાં.
કેટલાક ભીલો ઘોડાઓ ઉપર હતા, કેટલાક દોડી રહ્યા હતા. અમે રાત્રિના સમયે આ કૂવાની પાસે.... થોડે દૂર પડાવ નાંખ્યો. સપાટ મેદાન હતું. ભીલોના સરદારે મને એક ગોદડી આપીને કહ્યું : “અહીં મારી પાસે, થોડે દૂર સૂઈ જા, તને કોઈ હેરાન નહીં કરે.' હું ગોદડી લઈ થોડે દૂર જઈને સૂઈ ગઈ. પણ ઊંઘ શાની આવે? ભીલો ઉપર વિશ્વાસ કેવી રીતે રખાય? હું જાગતી જ પડી હતી. ત્યાં સરદારે પોતાના સાથીઓને કહ્યું : “આપણી ચારે બાજુ ચોકી ગોઠવી દો, અને પાછલી રાતે આપણે અહીંથી નીકળી જવાનું છે.”
મારા મનમાં વિચાર આવ્યો કે કોઈપણ યુક્તિ કરીને મારે અહીંથી ભાગી છૂટવું જોઈએ. આ ભીલ સરદાર અત્યારે તો સારો લાગે છે. પણ એ કપટ કરતો હોય તો? એના ઘરમાં લઈ જઈને... પછી બલાત્કાર કરવા આવે તો? મારે તો આપઘાત જ કરવો પડે... અને જો હું તે રીતે મરી જાઉં.... તો તમારું શું થાય? આખા રસ્તે મને તમારા જ વિચારો આવ્યા કર્યા હતા. રજતપુરથી આવ્યા પછી જ્યારે તમે મને ઘરમાં નહીં જોઈ હોય ત્યારે તમારી કેવી કરુણ સ્થિતિ...' બોલતાં બોલતાં એ રડી પડી... મારા ખોળામાં મસ્તક મૂકી. ડૂસકાં ભરવા લાગી. શ્રી સમરાદિત્ય મહાકથા
ર૪૫
For Private And Personal Use Only