________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પૂછ્યું : “પછી તેં શું કર્યું?” એના માથે હાથ ફેરવી એને મેં સ્વસ્થ કરી.
રાત્રિના છેલ્લા પ્રહરની શરૂઆત હતી. બધા ભીલો જાગી ગયા હતા અને કોલાહલ કરી રહ્યા હતા. કોઈ લઘુનીતિ કરવા જતા હતા, કોઈ વડીનીતિ કરવા જતા હતા. કોઈ પોતપોતાના ઘોડાઓને તૈયાર કરતા હતા. મેં મારી આસપાસ જોયું.. મારા તરફ કોઈનું ધ્યાન ન હતું. એટલે હું ધીરેથી ઊઠી. પેલા ગોદડી મારા શરીરે લપેટી લીધી... જેથી હું સ્ત્રી ના લાગે!
હું આ કૂવા પાસે આવી. મેં વિચાર્યું કે ચાર દિશામાં કે ચાર વિદિશામાં હું ગમે ત્યાં જઈશ, આ ભીલો મને શોધી કાઢશે... અને મારું શીલ લૂંટાશે. માટે આ કુવામાં જ કૂદી પડે! ભલે મોત આવે તો મોત.'
શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી હું આ કૂવામાં કૂદી પડી. પાણીમાં પડી... એકાદ કલાક તરતી રહી.. અજવાળું થયું એટલે આ બખોલ દેખાણી. બખોલમાં ચઢી ગઈ... બસ, ત્યારની અહીં છું!”
પેલા ભીલો તને શોધવા આ કૂવા તરફ નહીં આવેલા?' “આવેલા, પણ કૂવામાં ના જોયું... કદાચ જોવત, તો અંધારામાં મને ના જોઈ શકત.'
મેં કહ્યું : તો આટલા દિવસોથી તેં ખાધું નહીં હોય? ભૂખ રહી આટલા દિવસ? લે, મારી પાસે ભાતું છે! મેં ભાતાની થેલી હાથમાં પકડી જ રાખી હતી. તેણે કહ્યું :
સ્વામીનાથ, આપણે રાત્રિભોજનનો ત્યાગ છે. સવારે ભાતું ખાઈશું. હવે તમે કહો.... તમે આ કુવામાં કેવી રીતે આવ્યા?
મેં એને અથથી ઇતિ સુધીની બધી વાત કરી.
તેણે કહ્યું : અધન્ય બહુ જ ખોટું કામ કર્યું. રત્નોની લાલચથી એણે તમને દગો દીધો.... કુવામાં ધક્કો માર્યો.. “કેવો દુષ્ટ કહેવાય એ? એ તો આપના પુણ્યકર્મ આપને બચાવી લીધા... કુવામાં પાણી હતું એટલે બચી ગયા. કૂવામાં પથરા પડેલા હોત તો?'
ફવામાં જો અધન્ય મને ધક્કો ના માર્યો હોત તો તું મને મળતા ખરી? અમે ભીલોના ગામે જાત.. ધક્કો જ પડત ને? અને કદાચ ભીલોને ખબર પડી જાત કે આ શ્રેષ્ઠીપુત્ર પાસે રત્નોની ભરેલી થેલી છે...' તો લૂંટી લેત ને? તું મળતું નહીં અને રત્નો લૂંટાઈ જાત! આપણે બંને બાજુથી રખડી પડત ને?”
“પ્રિયે, હું તો અધન્યનો ઉપકાર માનું છું. એણે જ તારી સાથે મિલન કરાવી આપ્યું... ભલે એ રત્નો લઈ ગયો. ફરીથી કમાઈ લઈશ. મને તો તું મળી ગઈ... એટલે બધું જ મળી ગયું! રત્નો ગયાનું કોઈ દુઃખ નથી, અધન્ય ઉપર કોઈ રોષ નથી. આમેય એ જન્મથી જ કપટ-પ્રકૃતિનો છે. હું એના ગુણ-દોષ જાણું છું. મને એના ઉપર ક્યારેય રોષ નથી લાગતો.”
ભાગ-૧ ૪ ભવ બીજો
૨૪૬
For Private And Personal Use Only