________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન્દ્રકાન્તાએ કહ્યું : “નાથ, એ જ આપની યોગ્યતા છે. આપનો આત્મા મુક્તિની નિકટ છે.. નહીંતર અપરાધીના પ્રત્યે રોષ આવે જ! એને સજા કરવાની ઇચ્છા થાય જ. ખરે, આ વાત તો હું પહેલેથી જ જાણું છું. હવે આપણે તો એટલું જ વિચારવાનું છે કે આ કૂવામાંથી આપણે બહાર કેવી રીતે નીકળીશું!'
‘દેવી, જે પુણકર્મે આપણું મિલન કરાવી આપ્યું. અણધાર્યું અને અણચિંતવ્યું! એ જ પુણ્યકર્મ આપણને અહીંથી બહાર કાઢશે. આપણો પુરુષાર્થ અહીં કામ લાગે એમ નથી...
અમારી વાતો ચાલતી હતી. અને સૂર્યનાં કિરણો કૂવાની ભીંત ઉપર દેખાયાં. મેં ચન્દ્રકાન્તાને કહ્યું : “દેવી, સૂર્યોદય થઈ ગયો છે, હવે તું આ ભાતું ખાઈ લે.' મેં થેલી ખોલીને ભાતું બહાર કાઢ્યું. પાંચ દિવસ ચાલે એટલું ભાતું મેં સાથે લીધું હતું.
ચન્દ્રકાન્તાએ મને કહ્યું : “આપના ખાધા પહેલાં હું કેવી રીતે ખાઉં? આપને ખવડાવીને પછી હું ખાઈશ.”
મેં કહ્યું : “મને ભૂખ લાગશે ત્યારે ખાઈશ. મેં તો ગઈકાલે પેટ ભરીને ખાધું છે.” પરંતુ ચન્દ્રાએ ખૂબ આગ્રહ કર્યો, એટલે અમે બંનેએ સાથે ભોજન કર્યું અને કૂવાનું પાણી પીધું.
મેં કહ્યું : “પાંચ દિવસ સુધી તો આ ભાતું ચાલશે. ત્યાં સુધીમાં કોઈ આપણને કૂવામાંથી કાઢનાર આવી જશે!” ધીરે ધીરે માટી ખોતરીને બખોલને મોટી કરવા માંડી. ત્યાં બીજુ તો કોઈ કામ હતું નહીં.... અમે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કરતાં રહેતાં હતાં.. થાકી જઈએ એટલે સૂઈ જતાં હતાં.
પાંચ દિવસ પસાર થઈ ગયા. ભાતું પતી ગયું. કૂવામાંથી અમને બહાર કાઢનાર આવ્યું નહીં. નજીકના રસ્તા ઉપરથી કોઈ મુસાફરના પગલાં પણ સંભળાયાં નહીં...
છઠ્ઠા દિવસે અમારે ઉપવાસ થયો. સાતમા દિવસે પણ ઉપવાસ થયો.
મેં ચન્દ્રાને કહ્યું : “હવે મારાથી ભૂખનું દુઃખ સહન થતું નથી. મને મૃત્યુ નિકટ લાગે છે... ખેર, મને મૃત્યુનો ભય નથી પરંતુ સાધુધર્મનું પાલન કર્યા વિના આ માનવજીવન વ્યર્થ પૂરું થઈ જશે, એનું મને દુઃખ છે.'
ચંદ્રકાન્તાની આંખો ભીની થઈ... ત્યાં જ મારી જમણી આંખ સ્કુરાયમાન થવા લાગી. મારા મુખ પર પ્રસન્નતા ફરી વળી. મેં કહ્યું : “દેવી, મારી જમણી આંખ ખૂબ સ્કુરાયમાન થઈ રહી છે.” તેણે કહ્યું : “નાથ, મારી ડાબી આંખ સ્કુરાયમાન થઈ રહી છે.'
મેં કહ્યું : “આ આપણી શુભની નિશાની છે... જરૂર આજ-કાલમાં આપણો આ કૂવામાંથી ઉદ્ધાર થવો જોઈએ. કોઈ ને કોઈ દેવદૂત આવ્યો સમજવો!' ચન્દ્રકાન્તાને
શ્રી સમરાદિત્ય મહાકથા
ર૪૭
For Private And Personal Use Only