________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારું ફલકથન સાચું લાગ્યું... અમે શ્રી નવકારમંત્રના સ્મરણમાં એક દિવસ અને એક રાત પસાર કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાત થયું. કૂવાની પાસે માણસોનો વાર્તાલાપ થતો સંભળાયો. પાણી ભરવાનાં વાસણોનો ખડખડાટ સંભળાયો. અને થોડી જ વારમાં પાંચ-સાંત માણસો કૂવાની પાળ ઉપર દેખાયા. તેમણે કૂવામાં જોયું... અમે અમારી બખોલમાંથી હાથ ઊંચા કરીને ‘અમને જલદી બહાર કાઢો...' બૂમ પાડીને કહ્યું. આગંતુક માણસો અમને જોઈને આશ્ચર્ય પામ્યા. તેમણે બૂમ પાડીને કહ્યું : ‘હમણાં અમે આવીએ છીએ,’
તેઓ ગયા, થોડી વારમાં જ એમના માલિકને લઈને આવ્યા. તેમણે દોરડાથી બાંધેલી માંચી કૂવામાં ઉતારી. મેં માંચીને પકડી લીધી અને હું બેસી ગયો. ઉપરથી દોરડું ખેંચાયું... હું કૂવાના કાંઠે પહોંચી ગયો... ફરીથી માંચી નીચે ઉતારી... તેમાં ચન્દ્રકાન્તા બેસી ગઈ. તેને બહાર કાઢવામાં આવી.
અમને બહાર કાઢવામાં પુરુષ કે જે મોટા શ્રેષ્ઠી જેવો લાગતો હતો, તેણે મને ઓળખી લીધો... મારા દેદાર તો જોવા જેવા થઈ ગયા હતા... તેણે મને પૂછ્યું : અરે, ચંદ્રસાર, તમે કૂવામાં કેવી રીતે પડી ગયા? અને આ સ્ત્રી...’
‘એ મારી પત્ની ચન્દ્રકાન્તા છે!' મેં કહ્યું.
અમને કૂવામાંથી કાઢનાર અમારા જ નગરનો નંદીવર્ધન નામનો શ્રેષ્ઠી હતો. તેઓ તેમના સાર્થ સાથે રત્નપુર જઈ રહ્યા હતા. તેમના સાર્થમાં બસોથી વધારે સ્ત્રીપુરુષો હતા. અનેક અશ્વો હતા. માલ-સામાનની હજારો પોઠ હતી.
નંદીવર્ધન અમને બંનેને એના પડાવ પર લઈ ગયો. અમને બંનેને નવાં સુંદર વસ્ત્રો આપ્યાં... અને એની સાથે અમને ભોજન કરવા બેસાડ્યાં. મેં એને કહ્યું ‘નંદીવર્ધન, તેં અમને બંનેને નવું જીવન આપ્યું છે. તારો ઉપકાર જીવનપર્યંત નહીં ભૂલી શકું,’
:
તેણે કહ્યું : 'આ તો તમે બંને હતાં, મારા નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી! પરંતુ બીજા કોઈ અજાણ્યા લોકો હોય, તો પણ તેમનાં દુઃખમાં સહાય કરવી જોઈએ... પણ હે શ્રેષ્ઠીપુત્ર, તમે આ કૂવામાં કેવી રીતે પડ્યા?’ મેં એને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. તેને ઘણું આશ્ચર્ય થયું... અને દુ:ખ પણ થયું.
ચન્દ્રકાન્તાનું સાહસ જાણીને એણે ચન્દ્રકાન્તાને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. * અધન્યે કરેલા વિશ્વાસઘાતથી એણે દુઃખ વ્યક્ત કર્યું. તેણે અમને કહ્યું : ‘તમે અમારી સાથે જ રત્નપુર ચાલો...'
અમે સાર્થની સાથે પ્રયાણ કર્યું.
૨૪૮
જે રસ્તેથી હું અને અધન્ય ચાલ્યા આવ્યા હતા, એ જ રસ્તેથી અમે જઈ રહ્યા હતા, એટલે મારા મનમાં અધન્યના વિચારો શરૂ થયા.
For Private And Personal Use Only
ભાગ-૧ ‰ ભવ બીજો