________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘રત્નોની થેલી લઈને એ જરૂર રત્નપુર ગયો હશે. એને કલ્પના પણ નહીં હોય કે હું જીવતો રહ્યો છું! મને ચન્દ્રકાન્તા મળી ગઈ છે! જ્યારે એ મને રત્નપુરમાં જોશે ત્યારે... એની કેવી દશા થશે? પરંતુ હું તો એનો ઉપકાર જ માનીશ! તેં મને કૂવામાં ધક્કો માર્યો... તો મને ચન્દ્રકાન્તા મળી! તારો ઘણો ઉપકાર માનું છું....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા-આવા વિચારો કરતો ચાલ્યો જતો હતો... ત્યાં રસ્તાની ડાબી બાજુ મેં મારી રત્નોની થેલી પડેલી જોઈ... મેં જઈને થેલી મારા હાથમાં લીધી. પછી આસપાસ જોયું તો અધન્યનું હાડપિંજર પડેલું જોયું. એને એક ભયંકર સિંહે ફાડી ખાધો હતો.
તરત મેં ચન્દ્રકાન્તાને બોલાવીને અધન્યનું હાડપિંજર બતાવ્યું. રત્નોની થેલી બતાવી... ચન્દ્રકાન્તાના મુખમાંથી ચીસ નીકળી પડી. શ્રેષ્ઠીપુત્ર નંદીવર્ધન વગેરે પણ ત્યાં આવી ચઢ્યા...! વિગત જાણી, નંદીવર્ધન બોલ્યો : ‘ચન્દ્રસાર, ભલા અને બુરાનો બદલો આ જન્મમાં જ મળે છે... ને?'
અમે રત્નપુર પહોંચ્યાં.
અધન્યના કરુણાજનક મૃત્યુથી મારું મન અત્યંત વિરક્ત બન્યું હતું. મેં ચન્દ્રકાન્તાને કહ્યું : આ ભવસંસાર જ આવા કટુ વિપાકવાળો છે. આ રત્નોના લોભે અધન્યને ભાન ભુલાવ્યું... તે રાતોરાત ભાગ્યો હશે... સિંહ એનો કોળિયો કરી ગયો... દુર્ગતિમાં ચાલ્યો ગયો હશે...
દેવી, મારી ઇચ્છા સંસારવાસ ત્યજી સાધુધર્મ સ્વીકારવાની થઈ છે. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું...
ચન્દ્રકાન્તાએ કહ્યું : ‘નાથ, આપનો મનોરથ શ્રેષ્ઠ છે. આપના હ્રદયમાં સાધુધર્મ વસેલો જ હતો... અને આપણને નવું જીવન મળી ગયું. નાથ, આપની સાથે હું પણ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. આપના વિના મારે ગૃહવાસમાં કોના માટે રહેવાનું?’
‘દેવી તારો નિર્ણય પ્રશસ્ત છે. આ રત્નો વગેરે સંપત્તિ ગરીબોને વહેંચી દઈએ, ધર્મકાર્યોમાં વાપરી નાંખીએ... અને ગુરુદેવ શ્રી વિજયવર્ધન પાસે જઈને સાધુધર્મ અંગીકાર કરી લઈએ.'
શ્રી સમરાદિત્ય મહાકથા
અમે અમારી બધી જ સંપત્તિનો સદુપયોગ કરી નાંખ્યો. ગુરુદેવશ્રી ક્યાં બિરાજે છે, એ જાણી લીધું, અને અમે બંને એમનાં ચરણોમાં પહોંચી ગયાં.
* અમે બંનેએ વિધિપૂર્વક સાધુધર્મ સ્વીકાર્યો. વિધિપૂર્વક પાલન કર્યું, આયુષ્ય પૂર્ણ થયું. * ‘મહાશુક્ર' નામના દેવલોકમાં અમો દેવદેવી થયાં.
* અન્ય મરીને ‘વાલુકાપ્રભા’ નરકમાં નારકી થયો.
For Private And Personal Use Only
28€