________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ ૩૨ થી
મહાક' નામના દેવલોકમાં સોળ સાગરોપમ-કાળ સુધી દિવ્ય સુખનો ઉપભોગ કર્યો. આયુષ્ય પૂર્ણ થયું. મારો જન્મ, જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયો!
રથવીરપુરમાં નંદીવર્ધન નામના સગૃહસ્થ રહેતા હતા. તેમનાં પત્નીનું નામ સુરસુંદરી હતું. હું સુરસુંદરીના પેટે આવ્યો. મારાં માતા-પિતા અત્યંત હર્ષિત થયાં. મારો યોગ્ય કાળે જન્મ થયો. મારા પિતાજીએ પુત્રજન્મનો ઉત્સવ કર્યો. મારું નામ અનંગદેવ પાડવામાં આવ્યું.
પેલો અધન્ય! “વાલુકાપ્રભા' નામની નરકમાં તેણે સાત સાગરોપમનાં ઘોર દુઃખો સહન કર્યો. તે પછી તે વિધ્યપર્વતમાં સિંહ થયો. મરીને પુનઃ એ જ વાલુકાપ્રભામાં ગયો. ફરીથી સાત સાગરોપમ સુધી નરકનાં ભીષણ દુઃખ સહ્યાં. ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં અસંખ્ય વર્ષો સુધી અનેક જન્મમરણ ક્યાં.
જ્યારે મારો જન્મ રથવીરપુરમાં થયો ત્યારે એનો જન્મ પણ રથવીરપુરમાં થયો. સોમ શ્રેષ્ઠી અને તેમની નંદીમતી નામની પત્નીનો પુત્ર થયો. તેનું નામ ધનદેવ પાડવામાં આવ્યું.
અમારા બંને વચ્ચે મૈત્રી બંધાઈ.. મારી મૈત્રી નિષ્કપટ હૃદયની હતી. * ધનદેવની મૈત્રી કપટથી ભરેલી હતી.
અનેક જન્મોની પરંપરામાં જેમ બનતું આવ્યું હતું, તે જ મુજબ આ ભવમાં પણ બન્યું. હું એને શત્રુ લાગતો રહ્યો, એ મને મિત્ર લાગતો રહ્યો! મારા કર્મો મને આવા જ મિત્ર આપતાં રહ્યાં... બીજી બાજુ મને સદગુરુનો સંયોગ પણ કરાવતાં રહ્યાં! મને સદૂગુરુનો યોગ ફળતો રહ્યો. આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાનો અવસર મળતો રહ્યો.
હું અને ધનદેવ, એક દિવસ પ્રભાત સમયે નગરની બહાર ફરવા માટે ગયા હતા. નગરથી દૂર ગયા... ત્યાં એક વિશાળ સાધુવંદને અમારા નગર તરફ આવતું જોયું. અમે ઊભા રહી ગયા. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે અમે એમને પ્રણામ કર્યા. - આચાર્યશ્રી દેવસેન શિધ્યપરિવાર સાથે આવ્યા હતા. અમે બંને મિત્રો એમની સાથે જ નગર બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આચાર્યશ્રીને સ્થિરતા કરવાની હતી. મેં આચાર્યદેવને વિનંતી કરી. “નગરમાં મારા ઘરે ભિક્ષા માટે સાધુઓને મોકલવા કૃપા કરો.' આચાર્યદેવે કહ્યું : “યોગ્ય સમયે સાધુઓ ભિક્ષા માટે નગરમાં આવશે.”
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only