________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે બે મિત્રો નગરમાં આવ્યા. સાધુઓનાં દર્શનથી મને ખૂબ આનંદ થયો, જ્યારે ધનદેવને કંટાળો આવ્યો. એને સાધુઓ ગમતા જ ન હતા. મેં એને કહ્યું : 'ધનદેવ, આપણે પ્રતિદિન આચાર્યશ્રીનાં દર્શન-વંદન માટે અને તેમનો ધર્મોપદેશ સાંભળવા ઉદ્યાનમાં જઈશું.
તેણે કહ્યું : 'તારે જેવું હોય તો જજે. હું નહીં આવું. મને ધર્મની વાતો ગમતી નથી.' હું જાણતો જ હતો કે એને નથી ગમતા પરમાત્મા, નથી ગમતા ગુરુજનો કે નથી ગમતો ધર્મ... તેથી જ મેં એને મારી સાથે રોજ ગુરુદેવ પાસે આવવા કહ્યું... જો એ આવે, ઉપદેશ સાંભળે... અને ધર્મ એને ગમે, તો એના આત્માનું કલ્યાણ થાય! પરંતુ મારી ભાવના ફળી નહીં.
હું રોજ ઉધાનમાં જતો હતો. બે-ત્રણ કલાક ત્યાં પસાર કરતો હતો... મને ધન કમાવાની ચિંતા ન હતી, કારણ કે મારા પિતાજી પાસે કરોડો સોનામહોરોની સંપત્તિ હતી. પરંતુ યુવાન પુત્ર અર્થપુરુષાર્થ ના કરે, એ માતા-પિતાને ગમતું નથી. એક દિવસ મા૨ા પિતાએ મને કહ્યું :
‘વત્સ, તારે આપણા વેપારમાં થોડું ધ્યાન આપવું જોઈએ, તારા જેવો બુદ્ધિશાળી પુત્ર અર્ધપુરુષાર્થ ના કરે, એ દુનિયામાં શોભાસ્પદ ના કહેવાય.’
હું મૌન રહ્યો. કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. તેમણે આગળ કહ્યું :
તું ધર્મ કરે છે, વ્રત-નિયમ પાળે છે, એ અમને ગમે છે, પરંતુ ગૃહસ્થ જીવનમાં એકલો ધર્મપુરુપાર્થ ના ચાલે, અર્ધપુરુષાર્થ અને કામપુરુષાર્થ પણ યથાસ્થાને જોઈએ.'
મેં ગૃહસ્થધર્મનાં બાર વ્રતો ગુરુદેવ પાસે સમજીને સ્વીકાર્યાં હતાં. એટલે મારો આખો દિવસ ધર્મપ્રવૃત્તિમાં જ જતો હતો. પરંતુ પિતાજીની વાત મને ઉચિત લાગી. યુવાન પુત્રે બાપ કમાઈ ઉપર જીવવું ના જોઈએ. તેણે આપકમાઈ કરવી જોઈએ.
મેં ધનદેવને કહ્યું : ‘મિત્ર, તને ધર્મ નથી ગમતો, પરંતુ ધન તો ગમે છે ને ?' તેણે સ્વીકૃતિમાં માથું હલાવ્યું.
‘તો પછી આપણે ધન કમાવા માટે કોઈ સારી જગાએ જઈએ. દૂરના કોઈ પ્રદેશમાં જઈએ. આપણા પુરુષાર્થથી ખૂબ ધન કમાઈએ!'
ધનદેવે કહ્યું : ‘મિત્ર, તારે ધન કમાવા માટે દૂરના પ્રદેશમાં જવાની શી જરૂર છે? તારી પાસે તો અઢળક સંપત્તિ છે!'
‘છે, પરંતુ એ પિતૃસંપત્તિ છે... સ્વમાની અને પરાક્રમી પુત્રે સ્વયં સંપત્તિ ઉપાર્જન કરવી જોઈએ. અને આ વિચારથી હું એવા પ્રદેશમાં જવા ઇચ્છું છું કે જ્યાં સારી રીતે વેપાર કરીને ખૂબ ધન કમાઈ શકાય.
'તો પછી આપણે રત્નદ્વીપ ઉપર જવું જોઈએ.' ધનદેવે પોતાનો અભિપ્રાય આપ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૫૧