________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલે, આપણે રત્નદીપ જઈએ. તૈયારી ચાલુ કર.' બંને મિત્રોએ રત્નદ્વીપ જવાની તૈયારીઓ કરી લીધી.
મેં મારા પિતાજીને કહ્યું હું ધન-પુરુષાર્થ કરવા રત્નદીપ જવા તત્પર છું. વિપુલ ધન કમાઈને જ પાછો આવીશ.'
મારા પિતા નંદીવર્ધન ભાવુક બની ગયા. તેમણે મને કહ્યું : “વત્સ, તારે રત્નદ્વીપ જવાની શી જરૂર છે? અહીં જ તું વેપાર કરી શકે છે. આપણો ધંધો ઘણો મોટો છે... તું એ ધંધો સંભાળી લે...'
મેં ના પાડી. રત્નદીપ જવાનો નિર્ણય જણાવી દીધો. પિતાજીએ મારો અતિ આગ્રહ જોઈને કહ્યું : “જો તારે રત્નદીપ જવું જ છે, તો તું આપણા બાહોશ અને અનુભવી મુનિમોને સાથે લઈ જા. એ તને વેપારમાં સહાય કરશે.
મેં કહ્યું : “મારે કોઈની જરૂર નથી. હું મારા પોતાના જ પુરુષાર્થથી અર્થોપાર્જન કરીશ, મારી સાથે ધનદેવ આવે છે. અમે બે મિત્રો સાથે જઈશું ને સાથે આવીશું.”
અમે બે મિત્રોએ, વેપાર માટે જરૂરી રત્નો અને ભોજનસામગ્રી સાથે પ્રયાણ
અમે સુખરૂપ રત્નદ્વીપ ઉપર પહોંચી ગયા. ત્યાં ધનદેવે મને કહ્યું: ‘અહીં આપણે સાથે વેપાર ન કરતાં, જુદા જુદા જ વેપાર કરીએ. તું કમાય એ તારું અને હું કમાઈ એ મારું, જેથી ભવિષ્યમાં આપણી વચ્ચે વિવાદ ના થાય.”
મેં માની લીધી એની વાત. જુદાં જુદાં નગરોમાં અમે વેપાર શરૂ કરી દીધો. હું જાણતો હતો કે ધનપ્રાપ્તિ મનુષ્યને પોતાના ભાગ્ય મુજબ જ થાય છે. પુરુષાર્થ યોગ્ય દિશામાં અને પરિમિત જ કરવો જોઈએ.”
મેં પોતાની ધર્મઆરાધના ચાલુ રાખી, અને વેપાર પણ ચાલુ કરી દીધો. ધીરે ધીરે વેપાર જામી ગયો. બે વર્ષમાં ખૂબ અર્થોપાર્જન કર્યું. મને વિચાર આવ્યો : “હવે મારે સ્વદેશ જવું જોઈએ જિંદગી સુધી ચાલે એટલું ધન મેં કમાઈ લીધું છે.” મેં ધનદેવને સમાચાર મોકલ્યા કે હવે આપણે સ્વદેશ જઈએ. એણે પણ સારું ધન કમાઈ લીધું હતું. અમે ભેગા થયા. અમે જે કમાયા હતા, તેનાં રત્નો ખરીદી લીધાં. જેથી માર્ગમાં સારી રીતે રત્નો સાચવી શકાય.
જ્યારે મેં રત્નો ખરીદ્યાં ત્યારે ધનદેવ હાજર હતો. એના કરતાં ખૂબ વધારે રત્નો મારી પાસે થયાં હતાં. એના ઇર્ષાળુ સ્વભાવ મુજબ એને મારી સંપત્તિની ઇર્ષા થવા
માંડી.
અમે રથવીરપુર તરફ પ્રયાણ કરી દીધું.
ભાગ-૧ જે ભવ બીજો
For Private And Personal Use Only