________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગમાં આવતાં ગામોની પાંથશાળાઓમાં અમે સંધ્યા સમયે મુકામ કરતા. પ્રભાતે ભોજનાદિ કૃત્યોથી પરવારીને આગળ વધતા. આ અમારી પદયાત્રાનો કાર્યક્રમ હતો. બહુ થાકી ગયા હોઈએ અને સારું ગામ હોય તો બે દિવસ પણ મુકામ કરતા.
ધનદેવને ભોજન બનાવતાં આવડતું હતું, એટલે એ ભોજન બનાવતો, હું બીજાં કાર્યો કરતો.
ક્રમશઃ પદયાત્રા કરતાં કરતાં અમે “સ્વસ્તિમતી' નામના ગામમાં પહોંચ્યા, ગામ સારું હતું. મેં ધનદેવને કહ્યું : આજે તો મનગમતું ભોજન બનાવજે. અહીં આપણે વધુ રોકાઈશું..”
જ્યારથી અમે નીકળ્યા હતા ત્યારથી ધનદેવના મનમાં લોભદશા જાગી ગઈ હતી. એને મારાં કમાવેલાં રત્નો પોતાનાં કરી લેવાં હતાં. એ જાત-જાતની યોજનાઓ બનાવતો, પણ એને સફળતા મળતી ન હતી. મને ક્યારેક એના પર હસવું આવતું.... તો ક્યારેક ભાવદયાથી મારું હૃદય ભરાઈ જતું.
ક્યારેક એણે મારાં રત્નો સંતાડી દીધાં... પણ એ ફાવ્યો નહીં. મેં રત્નો શોધી લીધાં!
ક્યારેક એણે મારાં રત્નો જમીનમાં દાટી દીધાં. પણ એની યોજના સફળ ના થઈ. મેં ખોદીને રત્નો કાઢી લીધાં!
છેવટે તેણે વિચાર કર્યો : “અનંગદેવને મારી નાંખું... તો જ એનાં રત્નો મને મળી શકે! પણ એને મારવો કેવી રીતે? મારા પર કલંક ના આવે અને એને મારી શકાય. એવો ઉપાય કરવો જોઈએ. લગભગ એક કરોડ સોનામહોરોની કિંમતનાં રત્નો છે, એ રત્નોને લઈ હું મારા નગરમાં જઈશ.... રોતો રોતો અનંગદેવના ઘેર જઈને એનાં માતા-પિતાને કહીશ... એક નદીના કિનારા પર અમે પાણી પીવા ગયેલાં, હું પાણી પીને આગળ ચાલ્યો. એ પાણી પીતો હતો. ત્યાં જ એક સિંહે એના પર તરાપ મારી અને એને ઉપાડીને જંગલમાં અદૃશ્ય થઈ ગયો. મેં દૂરથી આ દૃશ્ય જોયું. મને પણ શરીરે પસીનો આવી ગયો. ધ્રુજવા લાગ્યો. ન ત્યાંથી ખસાય.. ના દોડાય... છેવટે એક પ્રહર વીત્યા પછી હું આગળ વધ્યો...'
પછી હું આ રત્નોથી વેપાર કરીશ. ભવ્ય હવેલી બંધાવીશ. અનેક પ્રકારના રંગરાગ ને ભોગવિલાસ કરીશ! નગરનો શ્રેષ્ઠ શ્રીમંત કહેવાઈશ.”
જ્યારે મારા મનમાં બીજા જ મનોરથ જાગતા હતા. “હું આ સંપત્તિનો ઉપયોગ દીન-અનાથ લોકોના ઉદ્ધાર માટે કરીશ. સદાવ્રત ખોલીશ... સાધુપુરુષોને ભિક્ષા આપીશ. ભવ્ય જિનમંદિરોનું નિર્માણ કરીશ.. મારે આ સંપત્તિને શું કરવી છે? પિતાજીની સંપત્તિ પણ અઢળક છે...
વળી, મારે તો પરિગ્રહનું પરિમાણ છે. એટલે પરિમાણ કરતાં વધારે સંપત્તિ શ્રી સમરાદિત્ય મહાકથા
પ3
For Private And Personal Use Only