________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધન્ટે કહ્યું : “રત્નોની ચિંતા તું ના કરીશ. એ થેલી તું મને આપી રાખજે.... ચન્દ્રકાન્તા આપણને મળે, પછી જ ભીલ-સરદારને રત્નો આપવાનાં. એ પણ બધાં રત્નો નહીં આપવાનાં. બહુ બહુ તો બે-ત્રણ આપવાનાં.. થેલી દેખાડવાની જ નહીં... તું ચિંતા ના કરીશ. હું એ કામ પતાવીશ.”
આવી-આવી વાતો કરતા જતા હતા અને ચાલ્યા જતા હતા. અધન્ય રસ્તાની બંને બાજુ કંઈ જોત-જોતો ચાલતો હતો. મને લાગ્યું કે એ કંઈ શોધે છે. મેં પૂછ્યું :
અધન્ય, જંગલમાં શું જુએ છે?'
જો ને, સંધ્યા થઈ ગઈ છે. રાત ઊતરી આવશે. આપણે કોઈ સરક્ષિત જગાએ રાતવાસો કરવો પડશે ને? એટલે જગા શોધું છું... કોઈ ઝૂંપડું મળી જાય... તો શાન્તિથી રાત પસાર કરી શકાય.'
મને એની વાત ઉચિત લાગી. હું પણ એ રીતે માર્ગની બંને બાજુ જોતો ચાલ્યો. ઘણા સમયથી ભાતાની થેલી અધન્યના હાથમાં હતી, રત્નોની થેલી મારા હાથમાં હતી. હાથ બદલો કરાવવા મેં રત્નોની થેલી એના હાથમાં આપી અને ભાતાની થેલી મેં ઉપાડી.
એને ખબર હતી કે મેં રત્નોની થેલી એને આપી છે. તે રાજી થયો. પણ પછી એ વધુ અસ્વસ્થ જણાયો. મેં પૂછયું : કેમ તને થાક લાગ્યો છે?'
ના, ના, થાક નથી લાગ્યો. પરંતુ તરસ લાગી છે. જો આટલામાં કોઈ કૂવો મળી આવે તો સારું. દોરી અને લોટો તો આપણી પાસે છે જ.” અધન્યના ખભે દોરી લોટો લટકતો હતો.
હું પણ જોઉં છું.... કૂવો મળી જાય તો પાણી કાઢીને તને પિવરાવું..'
અમે ચાલતા રહ્યા. દૂર એક ગામ દેખાતું હતું... ગામના દીવા દેખાતા હતા... મને લાગ્યું કે આ ગામની સીમપ્રદેશ છે એટલે કૂવો હોવો જોઈએ.
ત્યાં તો અધન્ય બોલી ઊઠ્યો : “જુઓ... ડાબી બાજુ કૂવો દેખાય છે..' મેં જોયું. હું ત્યાં જઈને જોઉં કે કુવામાં પાણી છે કે કેમ? હું કૂવાના કાંઠે પહોંચ્યો. અધન્ય મારી પાછળ આવ્યો.
જેવો હું કુવામાં પાણી જોવા નીચે નમ્યો... કે અન્ય મને કૂવામાં ધક્કો મારી દીધો.
એક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૪3
For Private And Personal Use Only