________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરમાં કહ્યું. મહારાજાની મુખમુદ્રા ગંભીર બની. તેમની આંખોમાં વેદના તરી આવી.
મદનરેખા, તમે સહુ ચતુર છો. કાર્યદક્ષ છો. માયાદેવીની બાલસખી છો.. છતાં તમે મહાદેવીની ઉપેક્ષા કેમ કરો છો?'
“અમે ઉપેક્ષા કરીએ છીએ મહારાજા ના રે ના, પળ-પળે અને ક્ષણેક્ષણ અમે. એમની પાસે છીએ.'
તો પછી મહાદેવની આવી દશા કેમ થઈ ગઈ છે? દેહલતા કેવી કરમાઈ ગઈ છે? શરીર પર શ્યામતા આવી ગઈ છે. આંખો ઊંડી ઉતરી ગઈ છે. અને કેટલી નિરાશ થઈ ગઈ છે? આપઘાતના વિચારો કરવા લાગી છે.”
મહારાજા... અમે સહુ એમના દુઃખે દુઃખી છીએ... શું કરીએ?'
મદનરેખા, હું નિશ્ચિતપણે માનું છું કે દેવીના મનમાં કોઈ ઇચ્છા જાગી છે. જાગે છે ગર્ભવતી સ્ત્રીઓના મનમાં ઇચ્છાઓ. એવી કઈ કેવી ઇચ્છા એના મનમાં તીવ્ર બની છે? તમારે જાણવી જોઈએ.... હું એની એક-એક ઇચ્છા પૂર્ણ કરવા સમર્થ છું. મારા માટે કંઈ જ અસાધ્ય નથી...'
અમારા શિરતાજ , અમે સ્ત્રીઓ અમારા સ્વભાવથી જ અપરાધી છીએ... અમારામાં અવિવેક સ્વાભાવિક હોય છે. હું જાણું છું મહાદેવીના મનની ઇચ્છા... આપનાં આ ધાવમાતા પણ જાણે છે...'
‘તમે જાણો છો? તો તમારે મને વાત કરવી જોઈએ ને?' “વાત કહેવાય એવી નથી. કારણ કે તે અશક્ય વાત છે, અસંભવિત વાત છે..” “તેથી શું? તમને જે અસાધ્ય લાગે તે મને સાધ્ય લાગી શકે ને? તમને જે અસંભવિત લાગે તે મને સંભવિત લાગી શકે ને? તમારે મહારાણીની ઇચ્છા મને જણાવવી જ પડશે.”
મદનરેખા અસમંજસમાં પડી ગઈ. તેણે તીરછી નજરે ધાવમાતા સામે જોયું. ધાવમાતાએ કહ્યું : “મદનરેખા, પહેલેથી છેલ્લે સુધીની બધી વાત મહારાજાને કહી દે. તેઓ જરૂર કોઈ રસ્તો બતાવશે.”
મદનરેખાએ, મહારાણીને આવેલા સ્વપ્નથી શરૂ કરીને મહારાજાના આંતરડાં ખાવાના ઉત્પન્ન થયેલા દોહદ સુધીની બધી વાત કરી દીધી. ગર્ભપાતના કરેલા ઉપાયોની વાત પણ કરી દીધી..!
મહારાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. ભાવવિભોર થઈને બોલ્યા : “ખરેખર, મહાદેવીનો મારા પર કેટલો બધો અનુરાગ છે? કેવો દિવ્ય પ્રેમ છે? મારા પ્રાણોની રક્ષા માટે એ પુત્રજન્મને અવગણી નાંખવા તૈયાર થઈ છે. પુત્ર કરતાં તેના હૃદયમાં મારા ઉપર અગાધ પ્રેમ છે... મદનરેખા, જો એનો દોહદ પૂર્ણ નહીં થાય તો,
30%
ભાગ-૧ ભવ બીજો
For Private And Personal Use Only