________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે હાથે સ્પર્શ કર્યો. સમગ્ર શરીરને સ્પર્શ કર્યો. થોડી ક્ષણો સુધી હાથ પસરાવતા રહ્યા.. પછી પોતાનું મુખ અગ્નિશર્માના કર્ણ-છિદ્રો પાસે લઈ જઈ બોલ્યા : “વત્સ, તારું ચિત્ત જાગ્રત છે ને? તું ભૂલીશ નહીં... તેં અનશન વ્રત અંગીકાર કરેલું છે. આ વ્રતથી શરીરના નારા સાથે કષાયોનો નાશ કરવાનો છે. જો કષાયોનો નાશ નહીં થાય. તો લાખો મહિનાઓની તારી ઘોર તપશ્ચર્યા, અનશન-તપની ભવ્ય આરાધના નિષ્ફળ જશે... માટે વત્સ, તું કષાયોનો ત્યાગ કર, ઉપશાન્ત થા...”
ધીરે ધીરે અગ્નિશર્માની આંખો ખૂલી. ગોળ-ગોળ આંખો લાલ-દેખાતી હતી. કુલપતિ સ્વગત બોલ્યા : ‘હજુ આ તપસ્વી કષાયને પરવશ છે... શું થશે આવું? કષાય સાથે જો આનું મૃત્યુ થાય... તો મરીને દુર્ગતિમાં જાય એનો આત્મા..”
વત્સ અગ્નિ, પાછો વળી જા, ભાઈ.. પાછો વળી જા. સ્વભાવમાં આવી જા... ક્રોધને.. રોષને... રીસને... વેરને છોડી દે... પાછો વળી જા... ભૂલી જા એ નિર્દોષ રાજા ગુણસેનને...”
અગ્નિશમના મુખમાંથી ચીસ નીકળી... બે હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. હવામાં એ મુઠ્ઠીઓ વીંઝવા માંડ્યો, કુલપતિ મૌન થઈ ગયા.
અગ્નિશર્મા પાષાણખંડ પર તરફડવા માંડ્યો, એના મોઢામાંથી અસ્કુટ ધ્વનિ નીકળવા લાગ્યો. પરંતુ કોઈ તાપસે એને સાંભળવા કે સમજવા ધ્યાન આપ્યું નહીં. તાપસોએ બે હાથ જોડી કુલપતિને સ્વસ્થાને પધારવાની સંજ્ઞા કરી. કુલપતિ ઊભા થયા. બાલ તાપસકુમારનો હાથ પકડી ધીરે પગલે ત્યાંથી ચાલતા થયા.
ચાર તાપસો અગ્નિશર્માની પાસે રહ્યા. બાકીના તાપસો પાંચ-પાંચ અને દસદસના વૃંદમાં થોડે દૂર જઈને ઊભા રહ્યા. તપોવનનાં દ્વાર છેલ્લા ચાર દિવસથી બંધ રહેતાં હતાં. દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ હતો. એક વૃદમાં વાર્તાલાપ ચાલ્યો :
રાજા ગુણસેનનું નામ સાંભળતાં આ મહાતપસ્વી ચીસ પાડી ઊઠે છે...!! એમના મનમાં મહારાજા પ્રત્યે ઘોર દ્વેષ પ્રગટી ગયો છે.' તાપસ-ધર્મ ક્ષમાનો છે. મહારાજાને ક્ષમા આપવી જોઈએ.” પરંતુ મહારાજાએ ભૂલ કરી જ નથી ને!' કરી નથી પણ સંયોગવશ થઈ ગઈ...' તેથી કરીને મહારાજા સજાપાત્ર નથી બનતા..” આપણે તાપસ... આપણાથી સજા તો ન જ કરાય, ક્ષમા કરાય...' પણ આ મહાતપસ્વીને કોણ સમજાવે?' બીજા વૃદનો વાર્તાલાપ :
આપણા કુલપતિ ખરેખર, કરુણાસાગર છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3
For Private And Personal Use Only