________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુણસેનનું નામ કાને પડતાં, જાણે ધગધગતું સીસું એના કાનમાં રેડાયું... ને તે ચીસ પાડી ઊઠ્યો : ‘ના, ના, એ દુષ્ટને, એ અધમને હું ક્યારેય નહીં ભૂલી શકું. એના અપરાધોની ભયંકર સજા કરીશ... એનું નામ મારી આગળ ન ઉંચ્ચારો...'
કુલપતિ આર્ય કૌડિન્યનું મસ્તક શરમથી... નિરાશાથી નમી જાય છે. હૃદયની વેદના ‘આહ... શું થશે આનું?' આ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે. તેઓ ધીરેથી ઊભા થાય છે... પોતાની પર્ણકુટી તરફ પગલાં ભરે છે.
અગ્નિશર્મા પાષાણ-શિલા પર ઊભો થઈ જાય છે... એનો કૃશ દેહ સંતુલન ગુમાવે છે. પાષાણ-શિલા પર પટકાઈ પડે છે... સેવામાં રહેલા તાપસો એ કૃશ દેહને, ક્રોધથી તરફડતા દેહને પકડી લે છે... દેહને ચાર-ચાર હાથ પંપાળે છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મને છોડી દો... હું એ દુષ્ટ રાજાના મહેલે જઈશ... ભલે એ મારું સ્વાગત ના કરે. મારે એનાં સ્વાગત-સન્માન નથી જોઈતાં... એ મહેલમાં પ્રવેશીને ત્રાડ પાડીશ
‘રે દુષ્ટ રાજા, આવ મારી સામે આવ. મને મારી નાંખવા માટે તેં ત્રણ... ત્રણ... વખત મારાં પારણાં ચુકાવ્યાં?” જો, હું તો જીવતો ઊભો છું... પણ તને મારી તેજોલેશ્યાથી બાળીને ભસ્મ કરું છું. તારા પરિવારને પણ બાળીને રાખ કરું છું... તારા આ મહેલને સળગાવીને સ્મશાન કરી દઉં છું...'
‘રે તાપસો, તમે મને મુક્ત કરો... જવા દો...' તાપસો મૌન રહે છે. અગ્નિશર્માને પકડી રાખે છે. અગ્નિશર્મા ધ્રૂજે છે... બબડે છે. તેના મુખમાંથી રબિંદુઓ ટપકે છે. તાપસો ભીના વસ્ત્રથી તેનું મુખ સ્વચ્છ કરે છે. એ હાંફી જાય છે... પાષાણ-ખંડ ૫૨ સૂઈ જાય છે. બોલી શકતો નથી. આંખો બંધ થઈ જાય છે. તાપસો ગભરાય છે. આસપાસના તાપસો ત્યાં ભેગા થઈ જાય છે.
એક તાપસ કહે છે : કુલપતિને બોલાવીએ...?
બીજો તાપસ કહે છે : કુલપતિ સંપ્રતિ આવીને ગયા...
પહેલો તાપસ બોલે છે : પુનઃ બોલાવીએ.
સહુ કહે છે : કુલપતિને બોલાવીએ.
બાલ તાપસકુમારની આંગળી પકડીને ધીર... ગંભીર કુલપતિ આમ્રકુંજ તરફ ચાલ્યા આવે છે. ચાર પ્રૌઢ તાપસો સામે જાય છે. કુલપતિના કાનમાં કંઈક વાત કરે છે. કુલપતિના લલાટે ચિંતાની રેખાઓ ઊપસી આવે છે. મોટા પુરુષોનો કર્તવ્યબોધ તેમના જ પરિતાપ માટે થતો હોય છે.
૧૬૨
કુલપતિ અગ્નિશમાં પાસે આવે છે. ત્યાં ઉપસ્થિત તાપસોએ ઊભા થઈ, મસ્તકે અંજલિ રચી કુલપતિનું મૌન અભિવાદન કર્યું. કુલપતિએ જમણો હાથ ઊંચો કરી મૌન આશીર્વાદ આપ્યા.
તેમણે બે પગ પહોળા કરી... બે હાથને પ્રસારી સૂતેલા અગ્નિશર્મા પર પોતાના
ભાગ-૧ : ભવ પહેલો
For Private And Personal Use Only