________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારીશ. મારી ઘોર તપશ્ચર્યાના પ્રભાવે!”
એના ચિત્તમાં “પરમબ્રહ્મનું ધ્યાન નહોતું રમતું, નિરંતર “શત્રુ ગુણસેન'નું ધ્યાન ચાલતું હતું. બાલ્યાવસ્થાનો ગુણસેન, તરુણ ગુણસેન... અને યુવાન ગુણસેન... એના ધ્યાનના વિષય હતા.
તૃતીય પ્રહરમાં એનાં દંભનાં વસ્ત્રો ઊતરી જાય છે. એનું નગ્ન સ્વરૂપ પ્રગટ થાય છે. એની સેવામાં નિયુક્ત તાપસોની સમક્ષ એ નગ્ન દેહનું નૃત્ય શરૂ થાય છે. અતિ કૃશ વાંકાચૂંકા બે હાથ ઊંચા-નીચા કરતો એ ક્રોધ-પિશાચનું નૃત્ય કરે છે. ગુણસેનના અવર્ણવાદનાં કૃશ ગીતો ગાય છે.
ચોથો પ્રહર શરૂ થાય છે ને પુનઃ એ અગ્નિશર્મા દંભના વસ્ત્રો ઓઢીને પાષાણશિલા પર બેસી જાય છે. લોકોની પ્રશંસાને ગટ... ગટ... પીતો રહે છે... સ્વોત્કર્ષના શિખરે ચઢતો જાય છે. ગુણસનનો અપકર્ષ કરતો જાય છે. અને દુર્ગતિની ઊંડી ખીણમાં ગબડતો જાય છે.
રાત્રિનો પ્રારંભ થાય છે. તપોવનનાં દ્વાર બંધ થાય છે. અગ્નિશર્માની જિલ્લાનાં દ્વાર ખૂલી જાય છે. એ કારમાંથી બિહામણા શબ્દરાક્ષસો બહાર પડે છે...!
સહુથી વધારે ચિંતા કરી રહ્યા છે કુલપતિ આર્ય કૌડિન્ય.
એમના સૌમ્ય શીતલ મુખ પર ચિંતાઓની કરચલીઓ પડી ગઈ છે. ક્યારેક તેઓ એક વાર ભોજન કરે છે. ક્યારેક ભોજનપાત્ર એમનું એમ પડી રહે છે. અને કુલપતિ ઉપવાસ કરી લે છે.
એમને અગ્નિશર્માના પરલોકની ચિંતા વ્યથિત કરે છે. કારણ કે તેઓ જ્ઞાની છે. પ્રચંડ કોધિની એક-એક પ્રક્રિયાને તેઓ જાણે છે. જ્ઞાની પુરુષો બીજાનાં દુઃખોથી દુઃખી થતાં હોય છે.
હે વત્સ અગ્નિશર્માને પ્રતિબોધ આપું. એ શાન્ત થાય, એ ઉપશાન્ત થાય. એ આત્મભાવમાં સ્થિર થાય..” અને તેઓ ધીમે પગલે ચાલીને આમ્રવૃક્ષોની ઘટામાં જાય છે. આંખો બંધ કરીને બેઠેલા અગ્નિશર્માની પાસે જઈને ઊભા રહે છે... પાસે રહેલા તાપસી કુલપતિને બેસવા કાષ્ઠાસન ગોઠવે છે. કુલપતિની આંખોમાં કરુણા ઊભરાય છે. તેમના ઓષ્ઠદ્વય સ્કુરાયમાન થાય છે. કલકલ વહેતા ઝરણામાંથી ઊઠતા ધ્વનિ જેવો ધ્વનિ પ્રગટ થાય છે : “વત્સ, પરમાત્માનું ધ્યાન કર. લાખો વર્ષોથી તેં પરમાત્માનું ધ્યાન કરેલું છે, એ પરમાત્માને તારા હૃદયમંદિરમાં પધરાવ... એમના પર ભક્તિ-જલનો અભિષેક કર... એ જલપ્રવાહમાં તારો સંતાપ ધોવાઈ જશે. તું શાન્ત બનીશ. ઉપશાંત બનીશ. વત્સ અગ્નિ! તું સાગર તરી ગયો છે.... કિનારે પહોંચ્યો છે. કિનારો ઊંડો છે... તું સાવધાન થા, ઊંડા કિનારામાં તું ડૂબી ન જા. અભાન દશામાં ન રહે. જાગૃત રહે. એ ગુણસેનના અપરાધોને ભૂલી જા. એ ગુણસેનને ભૂલી જા...” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only