________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
‘સુપરિતોષ’માં રહેવા છતાં અગ્નિશર્મા ‘અ-પરિતોષ’ની આગમાં સળગી રહ્યો હતો. તે અત્યંત અસ્વસ્થ બન્યો હતો. પરંતુ દુનિયા ક્યાં કોઈની આંતરિક દુનિયાને જુએ છે? એ તો બાહ્ય પરિવેશનું જ અવલોકન કરે છે.
અગ્નિશર્માનો ઉગ્ર તપ તો લાખો વર્ષોથી લોકજિહ્વા પર ૨મતો જ હતો, ત્યાં લોકોના કાને અગ્નિશર્માએ અનશન કર્યું છે,’ આ વૃત્તાંત અથડાવા લાગ્યો. બાહ્ય તપશ્ચર્યાના તેજે આસપાસની દુનિયાને આંજી નાંખી. લોકોએ અ-મર્યાદ પ્રશંસાનાં તોરણો બાંધવા માંડ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ‘અગ્નિશર્મા વર્તમાન વિશ્વનો શ્રેષ્ઠ તપસ્વી છે!'
* ‘વિશ્વમાં અગ્નિશર્મા જેવો બીજો કોઈ તપસ્વી જોયો નથી!’
* ‘અગ્નિશર્માએ તપોવનના અણુ-પરમાણુમાં તપની શક્તિ ભરી દીધી...' * ‘હવે તો જીવનપર્યંત એ ઉપવાસ કરી, પ્રાણોનો ત્યાગ કરશે.'
પ્રભાત પ્રગટે છે અને તપોવનના દ્વારે દર્શનાર્થીઓની પંક્તિઓ રચાય છે. જનતાનો અવિરત પ્રવાહ અગ્નિશર્માના ઉત્તપ્ત-સંતપ્ત દેહને જુએ છે... મસ્તક નમાવે છે -‘તુભ્ય નમઃ' બોલે છે અને મન-નયનનાં એ મહાતપસ્વીની દેહાકૃતિ ભરીને આગળ વધે છે.
તપોવનના ત્રિશત તાપસો એ જનપ્રવાહને યોગ્ય માર્ગે વાળવા માટે, મૌનનું પાલન કરતા, સ્થાને-સ્થાને અને વળાંકે-વળાંકે ઊભા રહી માર્ગદર્શન આપે છે.
૧૩૦
તૃતીય પ્રહ૨માં તપોવનનાં દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહે છે. તે સમયે તાપસો આહારાદિ પ્રવૃત્તિમાં નિરત બને છે. સર્વે પોતપોતાનાં દૈનિક કાર્યોને પતાવે છે. પરંતુ કોઈનું મન પરમાત્મધ્યાનમાં કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગતું નથી! તૃતીય પ્રહરમાં અગ્નિશર્માની બે આંખો ખૂલે છે.
પ્રથમ અને દ્વિતીય પ્રહર સુધી ‘આ મહાતપસ્વી ધ્યાનસ્થ છે.' આ બોધ કરાવવા એ પોતાની આંખો બંધ રાખે છે. દર્શનાર્થી એનાં દર્શન કરે છે, એ દર્શનાર્થીઓને જોતો નથી. એનાં મનઃચક્ષુ એક માત્ર રાજા ગુણસેનને જુએ છે.
દર્શનાર્થી જનતાને ‘આ મહાત્મા મૌન ધારણ કરીને પરમ બ્રહ્મના ધ્યાનમાં નિમગ્ન છે,' આવો અવબોધ કરાવવા, અગ્નિશર્મા મૌન પાળે છે, પરંતુ એનું મન અતિ તીવ્રતાથી રાજા ગુણસેન સાથે બોલે છે - ‘રે દુષ્ટ, તારા પાપે ભલે આ જનમમાં હું રિબાઈ-રિબાઈને મરું, પણ પછીના જન્મોમાં તને હું રિબાવી-રિબાવીને
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only