________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહર સુધી બેસતા... મનની તમામ ગ્રંથીઓને ખોલી નાંખતા... ગુરુદેવની સમક્ષ હૃદયને પૂર્ણતયા ખાલી કરી નાંખતા. આચાર્ય, શિખીકુમારના આ સમર્પણથી અભિભૂત થઈ જતા. બંને ગુરુ-શિષ્યનું તાદાત્મ સધાઈ જતું
એક ગહન તિમિરાચ્છન્ન રાત્રિમાં... અશોક વૃક્ષની છાયામાં..
એક શિલાખંડ ઉપર આચાર્ય બેઠા હતા. શિખી મુનિ એ શિલાખંડના ટેકે બેઠા હતા. તેમની દૃષ્ટિ નીલાકાશમાં હીરાની જેમ ચમકતા તારાઓ ઉપર હતી.. આચાર્ય પૂછ્યું : 'શિખી, કોઈ ગહન તત્વચિંતનમાં ડૂબી ગયો કે શું?”
નહીં પ્રભુ, વિચારોનાં દ્વન્દ્ર ચાલે છે મનમાં મનમાં પ્રશ્ન ઊઠે છે : “શું ભોગ એ જ પ્રેમનો પુરસ્કાર નથી?”
નહીં, ભોગ તો વાસનાનો યત્કિંચિત્ પ્રતિકાર છે.” અને વાસના? શું વાસના પ્રેમનું પુષ્પ નથી?' ‘પ્રિય શિષ્ય, વાસના તો ક્ષુદ્ર ઇન્દ્રિયોનો નગણ્ય વિકાર છે!' ‘પરંતુ, ભગવંત! આ ભોગ અને વાસનાએ તો વિશ્વની સંપદાઓને પણ જીતી લીધી છે.' ‘શિખી, વિશ્વની સંપદાઓ શું છે? એ ભોગનો ભોગ છે?
ગુરુદેવ, જો વિશ્વની સંપદા ભોગ અને વાસનાને અર્પણ કરી દેવામાં આવી, તો પ્રેમના માટે શું બચવાનું?”
આનંદ!” કયો આનંદ, પૂજ્ય?”
જે ઇન્દ્રિયોના ભોગોથી પૃથક છે અને મનની વાસનાથી દૂર છે. તેમાં આકાંક્ષા નથી હોતી, એની પૂર્તિનો પ્રયાસ નથી હોતો... અને પૂર્તિ થયા પછી પણ તેમાં વિરક્તિ નથી હોતી...'
‘પૂજ્ય, ક્યારેક લાગે છે કે શરીરમાં વાસના જ વાસના ભરી છે. અને ભોગ જ એને સાર્થક કરી શકે?”
કુમારમુનિ, એટલે જ તો યુવાનીમાં શરીરનો ભોગોમાં વ્યય થઈ જાય છે ને? પ્રેમનો સ્વાદ એને મળે છે જ ક્યાં? પ્રેમને વિકસિત થવાનો સમય જ ક્યાં મળે છે? માનવીનું આ મોટામાં મોટું દુર્ભાગ્ય છે. ભોગ અને વાસના તો પશુ-પક્ષીઓમાં પણ હોય છે, મનુષ્ય એ પશુભાવમાંથી થોડો પણ ઊંચો નથી ઊઠતો... બાકી જે પ્રેમનું તત્ત્વ છે, તે વિશ્વની જીવસૃષ્ટિમાં માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે.”
મારા દેવ, તો પછી યૌવન અને સૌન્દર્યનું અસ્તિત્વ નિરર્થક જ સમજવાનું ને?'
શા માટે નિરર્થક મુનિ? જો કોઈ યથાર્થ પૌરુષવાન પુરુષ હોય, અને એ યૌવન શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only