________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સ્વર્ગ છે કે નહી? જ નરક છે કે નહીં? પરલોક છે કે નહીં? મોક્ષ છે કે નહીં? છે તો કેવો છે? ઈશ્વર વિશ્વરચના કરે છે, કે નથી કરતો? જ ઈશ્વર આદિ છે કે અનાદિ છે? જ વિશ્વમાં માત્ર ચેતન તત્ત્વ જ છે કે જડ-ચેતન બે તત્ત્વ છે?
ઈશ્વર એક હોય કે અનેક? * દરેક આત્મા પરમાત્મા બની શકે કે નહીં?
આવા આવા અનેક વિષયો પર વાદ-વિવાદ થતા. દિવસો સુધી ચાલતા! જયપરાજયના નિર્ણય થતા... આ બધું શિખીકુમારને ગમતું હતું. ક્યારેક ક્યારેક પિંગલ બ્રહ્મદત્તને મળવા ઘરે આવતો ત્યારે શિખીકુમાર પિંગલ સાથે આવા બધા વિષયો પર ચર્ચા કરતો, પ્રશનો પૂછતો, ક્યારે તો એવા સૂક્ષ્મ પ્રશનો પૂછતો કે પિંગલ ગૂંચવાઈ જતો... પછી પોતાની મહત્તા ટકાવી રાખવા ખાતર કહેતો : “શિખી, અત્યારે મારે પિતાજી સાથે અગત્યની વાતો કરવાની છે, એટલે તારા પ્રશ્નોના જવાબ પછી આપીશ...” સરળ શિખી, પિંગલની વાત માની લેતો હતો, પિંગલને શિખી ઉપર ખૂબ હ હતો... એ જાણતો હતો કે માતાને આવા ગુણસંપન્ન પુત્ર પર તીવ્ર રોષ છે. એટલે તે બ્રહ્મદત્તને અવારનવાર કહેતો - હે પૂજ્ય, શિખી તો રત્ન છે, રત્ન! એનું બરાબર જતન કરજો. ભલે, એની માતા એને ચાહે કે ના ચાહે.” બ્રહ્મદત્તને શિખીની પ્રશંસા કરનારા લોકો ગમતા હતા. શિખીની પ્રશંસા સાંભળીને બ્રહ્મદત્તનું હૃદયકમળ ખીલી જતું હતું. શિખીને જોતાં, એમના હૃદય-સાગરમાં સ્નેહની ભરતી આવતી.
આજે “શિખી..' ના નામની બૂમનો પ્રત્યુત્તર ના મળ્યો. શિખી દોડતો ના આવ્યો સામે. એટલે બ્રહ્મદત્ત શિખીના ખંડમાં ગયા. ત્યાં પણ શિખીને ના જોયો, નોકરને પૂછ્યું : “કુમાર ક્યાં ગયો છે?” નોકરે કહ્યું : “કુમાર તો આપના ગયા પછી, તરત જ ઘરેથી ચાલ્યા ગયા હતા. મને કંઈ કહીને નથી ગયા.'
સાથે કંઈ લઈને ગયા છે?' ના, તેમના બંને હાથ ખાલી હતા. ચાલુ રોજનાં વસ્ત્રો પહેરીને જ ગયા છે.' બ્રહ્મદત્તે વિચાર કર્યો : ‘કુમાર ગમે ત્યાં જાય છે, પરંતુ હું ઘેર આવું, એ પહેલાં એ ઘરે આવી જ જાય છે. આજ સુધી આ ક્રમ જળવાયેલો છે. આજે એ ક્યાં ગયો હશે? કદાચ કોઈ મિત્રના ઘેર ગયો હોય... મિત્રના અતિ આગ્રહથી વધુ રોકાઈ જવું પડયું હોય. ખેર, હજુ એક ઘટિકા એની પ્રતીક્ષા કરુંપછી એની તપાસ કરું.'
૧૨
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only