________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ તેમની વિશાળ હવેલીના સ્વચ્છ અને રમણીય પ્રાંગણમાં આંટા મારવા લાગ્યા.
નોકરે આવીને કહ્યું : “પૂજ્ય, આપ સ્નાન કરી લો, વસ્ત્રપરિવર્તન કરી લો.. ત્યાં સુધીમાં કુમાર આવી જશે...' બ્રહ્મદત્ત ના પાડી.' કુમાર આવ્યા પછી સ્નાન કરીશ...”
એક ઘટિકા વીતી ગઈ. કુમાર ઘરે ના આવ્યો. હવે બ્રહ્મદત્તને ચિંતા થઈ આવી. તેમણે તરત કોટવાલને બોલાવ્યો, તેને કહ્યું : “સવારથી બહાર ગયેલો કુમાર પાછો નથી આવ્યો, તો તમે અમારા સ્નેહી-સ્વજનો અને મિત્રોના ઘેર તપાસ કરીને, જલદી મને સમાચાર આપો.” કોટવાલે બ્રહ્મદત્તને પ્રણામ કર્યા અને ઝડપથી ચાલ્યો ગયો...
હવે બ્રહ્મદત્તને થોડી વિહ્વળતા થવા માંડી. મનમાં શંકાનો કીડો સળવળ્યો : “શું કુમાર, એની માતા પાસે તો નહીં ગયો હોય? એના હૃદયમાં માતૃભક્તિ પડેલી છે. જાલિનીને એ ચાહે છે. એના મનમાં માતાને મળવાનો ઉમળકો આવી ગયો હોય, ને એ ત્યાં ગયો હોય? તપાસ કરાવું? પરંતુ ત્યાં ગયો હોય તો સમયસર એ ઘેર આવી જ જાય. કારણ કે એના હૃદયમાં માતૃભક્તિ કરતાં પિતૃપ્રેમ અધિક રહેલો છે. એ મારા પહેલાં ઘરે આવી જ જાય!
તો પછી વિલંબ થતો ક્યાં હશે? શું એની માતાએ એના પર... કામણ તો નહીં કર્યું હોય? એને કોઈ અંધારા ઓરડામાં તો નહીં પૂરી દીધો હોય? અરે, એ દુખા તો પુત્રને મારી પણ નાંખે... જ્યારે એ ગર્ભમાં હતો ત્યારે પણ એને મારી નાંખવાના ઉપાયો કર્યા હતા. એ દુશ્મન છે દુશ્મન. મારા વહાલા પુત્રની.. મારે ત્યાં પણ તપાસ કરાવવી પડશે. અથવા કોઈ બહાનું શોધીને મારે પોતે સસરાના ઘરે જવું પડશે. સસરા ઇન્દ્રશર્મા તો પ્રાજ્ઞ પુરુષ છે. શાન્ત, ગંભીર અને નિષ્કપટ પુરુષ છે, પરંતુ એમને અંધારામાં રાખી, એમની સુપુત્રી શિખીને મારી નંખાવે તો મંત્રીને ખબર ના પડે.'
એક ઘટિકા પછી કોટવાલનો અશ્વ હવેલીના પ્રાંગણમાં આવી ઊભો. ઘોડા પરથી ઊતરી કોટવાલે મહામંત્રીને પ્રણામ કરી કહ્યું : “હે પૂજ્ય, લગભગ બધાં જ પરિચિત ઘરોમાં તપાસ કરી આવ્યો. કુમાર ક્યાંય નથી. બધાએ એક જ જવાબ આપ્યો આજે અમારે ત્યાં શિખીકુમાર નથી આવ્યા.”
બ્રહ્મદરે પૂછ્યું : “શું તમે મંત્રી ઇન્દ્રશર્માની હવેલીએ જઈ આવ્યા?' ‘જઈ આવ્યો મહામંત્રીજી, પરંતુ હવેલીની અંદર નહોતો ગયો, બહાર ઊભેલા દ્વારરક્ષકને પૂછ્યું હતું.'
સારુ, હવે તમે નગરની બહારના. ચારે દિશાઓના પ્રદેશમાં તપાસ શરૂ કરાવો. અને મને જેમ બને તેમ શીઘ્ર વૃત્તાંત નિવેદન કરો.”
શ્રી સમરાદિત્ય મહાકથા
13
For Private And Personal Use Only