________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મદત્તનું હૃદય વેદનાથી દુઃખવા લાગ્યું. અનેક શંકા-કુશંકાઓથી મન વ્યગ્ર બની ગયું. તેમણે નોકરને બોલાવીને કહ્યું : “તું શીધ્ર પંડિત પિંગલને બોલાવી લાવ.'
નોકર દોડતો ગયો પંડિતજીના ઘરે ભોજનાદિથી પરવારીને પિંગલ વામકુક્ષિ કરી રહ્યો હતો. નોકરે જઈને મહામંત્રીનો સંદેશ આપ્યો. તરત જ પિંગલ ઊભો થયો. વસ્ત્ર પરિવર્તન કર્યું અને નોકરની સાથે ચાલ્યો. નોકરને ઉદાસ જોઈ રસ્તામાં પિંગલે પૂછયું : અત્યારે મહામંત્રીજીએ મને કેમ યાદ કર્યો?” નોકરે કહ્યું : “પંડિતજી, સવારથી બહાર ગયેલા કુમાર હજુ સુધી પાછા નથી આવ્યા, મહામંત્રીજીએ હજુ સ્નાન નથી કર્યું, ભોજન નથી કર્યું... આરામ નથી કર્યો. તેઓ ખૂબ જ ચિંતાતુર
પિંગલે વિચાર્યું : “ક્યાં ગયો હશે કુમાર? સ્વયં ગયો હશે કે એનું અપહરણ કરાવવામાં આવ્યું હશે? હા, જાલિની માટે કંઈ અશક્ય નથી, અસંભવ નથી. અરે, મહામંત્રીજી કુમાર વિના જીવી નહીં શકે... બહુ મોટો અનર્થ થયો...'
ઝડપથી તેઓ બંને મહામંત્રીજીના ઘેર આવી પહોંચ્યા. પિંગલને જોતા જ મહામંત્રી ઊભા થઈ સામે ગયા. અને પિંગલના બંને હાથ પકડીને બોલ્યા : પિંગલ, તું મારો વિશ્વસનીય મિત્ર છે...”
મિત્ર નહીં મહામંત્રીજી, આપનો સેવક છું. આજ્ઞા કરો.”
“પિંગલ, શિખી સવારથી ચાલ્યો ગયો છે... હજુ પાછો નથી આવ્યો.... શું થયું હશે એને?' કઠોર હૃદયના મહામંત્રીનું હૃદય દ્રવી ઊઠ્યું. આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું : “નગરમાં સર્વત્ર કોટવાલે તપાસ કરી. કુમાર ક્યાંય નથી મળ્યો.. હવે નગરના બાહ્ય પ્રદેશોમાં તપાસ કરાવી છે... પરંતુ મારું મન બીજી જ શંકા કરે છે...'
હે પૂજ્ય, કદાચ મારી શંકા પણ એ જ છે... કુમારનાં માતાજીએ કુમારનું અપહરણ કરાવ્યું હોય?”
અપહરણ ના કરાવ્યું હોય કદાચ, કુમાર સ્વયં જ એની માતા પાસે ગયો હોય.. એ માતૃભક્ત છે... અને ત્યાં ગયા પછી એની કૂર માતાએ...” બ્રહ્મદત્તની આંખો લાલ થઈ ગઈ. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ.
પિંગલ, હું પોતે ઇન્દ્રશર્માના ઘેર જાઉં... એની હવેલીઓના એક-એક ખંડ ફેંદી નાંખું.... અરે, પાતાલમાં પણ કુમારને છુપાવ્યો હશે, હું શોધી કાઢીશ.. બસ, એ જીવતો મળવો જોઈએ. ને જો એ જીવતો નહીં મળે તો એની મા જીવતી નહીં જ રહે.'
પિંગલે કહ્યું : “હે પૂજ્ય, આપે ઇન્દ્રશર્માજીના ઘરે જવાની જરૂર નથી, હું જાઉં છું... યુક્તિપૂર્વક હું જાલિનીદેવી પાસેથી કુમાર અંગેની માહિતી મેળવી લઈશ. આપ
૧૪
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only