________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નક્કી તો નહીં થયા હોય ને? મેં પ્રિયંકરાને પૂછી લીધું હોત તો સારું થાત... અને કદાચ એના વિવાહ નહીં થયા હોય, છતાં એ મારી સાથે વિવાહ કરવા સંમત થશે? મારા પિતા અને એના પિતા, આમ તો ગાઢ મિત્રો છે, છતાં બંને બરાબરીના રાજાઓ ના કહેવાય. મારા પિતા, કુમારના પિતાના આજ્ઞાંકિત રાજા છે. એટલે, કુમારના પિતા કુમારના માટે પોતાની સમકક્ષ રાજાની કન્યા પસંદ કરે ને? તો તો પછી મારે જીવવાનો કોઈ અર્થ જ ના રહે... મારે મારા જીવનનો અંત જ લાવી દેવો
પડે...
હે ભગવાન.... તેં આ શું કર્યું? જો હું આજે એ ઉદ્યાનમાં ગઈ જ ના હોત તો સારું થાત... પ્રેમની આ બળતરા તો હૃદયને બાળતા નહીં. આ શું થઈ ગયું મને? એ કુમારે શું કરી નાંખ્યું મારા પર? શું કામણ કરી દીધું એણે? કે હું જ ઘેલી બની ગઈ એના રૂપ-રંગ અને લાવણ્ય ઉપર? કોઈ ખામી મને એનામાં ના દેખાણી.
એ પણ અનિમેષ નયને મને જોઈ રહ્યો હતો. ત્યારે શરમથી હું તો મરી પડી હતી... મારું શરીર ધ્રૂજી રહ્યું હતું. કદાચ જો ત્યાં પ્રિયંકરા ન હોત, હું એકલી જ હોત તો? હું ત્યાં બેસી ના શકત, ઊભી ના રહી શકત... હું દોડી જાત.. અને કોઈ વૃક્ષની પાછળ છુપાઈને એને જોયા કરત...! એ મારી પાછળ દોડીને આવત...”
એ આગળ ના વિચારી શકી.
કુસુમાવલીએ ભોજન નથી કર્યું, સ્નાન નથી કર્યું. અને એકલી શયનખંડમાં પલંગમાં પડી પડી નિસાસા નાંખે છે. આ વાત એની ધાવમાતાના ખ્યાલ બહાર ન હતી. તેણે પોતાની પુત્રી મદનરેખાને બોલાવી. મદનરેખા કુસુમાવલીની અંતરંગ સખી હતી. પ્રિયંકરા કરતાં પણ વધારે નિકટતા મદનરેખા સાથે હતી. મદનરેખા ભલે ધાવમાતાની પુત્રી હતી, પરંતુ મહારાણી મુક્તાવલીને એ કુસુમાવલી જેટલી જ પ્રિય હતી.
મદનરેખાને એની માતાએ કહ્યું : “તું શું કરે છે? ક્યાં ફરે છે?”
હું મહેલમાં જ છું મા! મહારાણીનું કામ કરતી હતી.” ‘તારી જરૂર અત્યારે કુસુમાવલી પાસે રહેવાની છે. આજે સાંજે એ ઉદ્યાનમાંથી આવ્યા પછી ખૂબ જ અસ્વસ્થ છે. એણે સ્નાન નથી કર્યું, ભોજન નથી કર્યું.. સખીઓ સાથે વાર્તાલાપ નથી કર્યો... પલંગમાં પડખાં ફેરવતી નિસાસા નાંખે છે... શું થઈ ગયું છે એને? તું જા અને એના મનની વાત જાણી લે.”
મદનરેખા કુસુમાવલીના શયનખંડના દ્વારે પહોંચી. તેણે પૂછયું : “કુસુમ, હું અંદર
આવું?”
૧૮૮
ભાગ-૧ છે ભવ બીજો
For Private And Personal Use Only